________________
૨૮૮
નમસ્કારમંત્રસિદ્ધિ (૧) જપ કરનાર સાધકે પરમેકી ભગવતેનું સ્વરૂપ ગુર્વેદિક પાસેથી સારી રીતે સમજી લેવું અને તેનું વારંવાર ચિંતન-મનન કરીને પોતાના નામની જેમ કે વ્યાકરણના સૂત્રની જેમ તેને આત્મસાત્ કરી લેવું. પિતાનું નામ લેતાની સાથે જેમ પિતાનું સમગ્ર સ્વરૂપ ખ્યાલમાં આવે છે, તથા વ્યાકરણનું સૂત્ર બેલતા જેમ તેને અર્થ ઉપસ્થિત થાય છે, તેમ જપ કરતી વખતે મંત્રના અક્ષરેને અર્થ પિતાના મનની સમક્ષ આવીને ઊભું રહેવું જોઈએ.
(૨) પરમેષ્ઠી ભગવાને આપણા પર પરમ ઉપકાર તથા તેમના પ્રત્યે આપણું રાણુ કેટલાં મેટાં છે, તેને ખ્યાલ જપ કરનારે સતત રાખવું જોઈએ.
(૩) “પરમેષ્ઠી ભગવંતોનું આલંબન ન મળવાના કારણે ભૂતકાળમાં અનંત ભવભ્રમણ કરવા પડ્યાં, તેને અંત આજે તેમના અવલંબનથી આવી રહ્યો છે તેને હર્ષ ધારણ કરવું.
(૪) જપને સમય, સ્થાન, વસ્ત્ર અને બીજા ઉપકરણ એક જ રાખવાં જોઈએ, વારંવાર તેને બીજા કામમાં વાપરવા નહિ.
(૫) જપ નિયમિતપણે પવિત્ર અને એકાંત સ્થળમાં પૂર્વ અગર ઉત્તર દિશા સન્મુખ મકાનની સૌથી નીચેની ભૂમિકા પર કરે.
(૬) જપ વખતે કાયા અને વસ્ત્રની શુદ્ધિ સાથે મનનું અને વાણીનું મન પૂરેપૂરું જાળવવા પ્રયાસ કરવે.