________________
૨૮૬
નમસ્કારમંત્રસિદ્ધિ યથાર્થ પણે કરવામાં આવે તે તીર્થકર નામકર્મ બંધાય છે અને જીવનને સર્વમુખી વિકાસ થાય છે.
સામાન્ય રીતે આ અનુષ્ઠાન વિશ દિવસમાં પૂરું કરવામાં આવે છે, તે વખતે તેને નિત્યક્રમ નીચે મુજબ રહે છેઃ (૧) ત્રણ સ ધ્યાએ બાર-બાર નમસ્કારનું સ્મરણ કરવું. (૨) પ્રાતઃકાળમાં શ્રી જિનેશ્વર દેવની સ્નાત્ર પૂજા તથા અષ્ટ
પ્રકારી પૂજા કરવી. (૩) પચાસ બાંધી નવકારવાળી ગણવી. એક નવકારવાળીમાં
૧૦૮ મણકા હોય છે, પણ તેને જપની સંખ્યા ૧૦૦ની જ ગણવામાં આવે છે. આ રીતે એક દિવસના ૧૦૦૪૫૦=૧૦૦૦ જપ થાય છે અને ૨૦ દિવસમાં
બધા મળી કુલ એક લાખ મંત્ર પૂરા થાય છે. (૪) પ્રભુપ્રતિમા સમક્ષ સવાર-સાંજ પંચપરમેષ્ઠી આરા
ધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ” બોલી ર૪ લેગસ્સને
કાઉસ્સગ કરે. (૫) દરેક નમરકારે જિનપ્રતિમાને એક એક શ્વેત પુષ
ચડાવવું, એટલે કે રેજના ૫૦૦૦ જત પુષ્પથી તેમની પૂજા કરવી. એ રીતે એક લાખ મંત્રની ગણના સાથે
એક લાખ શ્વેત પુષ્પની પૂજા પૂરી થાય છે. (૬) દેવવંદન કરવું. (૭) સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. (૮) ગુરુદેવનું વ્યાખ્યાન શ્રવણ કરવું. (૯) આયંબિલ કે ખીરનું એકાશન કરવું.