________________
૨૮૪
નમસ્કારમંત્રસિદ્ધિ
મનોવિજ્ઞાને પણ સ્વીકાર્યો છે, એટલે ધ્યાનની આ પ્રક્રિયાએનું પરિણામ સાધકના જીવનમાં અદ્દભુત પરિવર્તન કરે છે અને તેને અચિંત્ય-અભુત શક્તિને સ્વામી બનાવી દે છે, એમ કહેવામાં હરત નથી.
ઉપાધ્યાય શ્રી યશવિજ્યજી મહારાજે પરમાત્મપંચવિંશતિકામાં કહ્યું છે કેइलिकाभ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परमात्मानं, परमात्मत्वमाप्नुयात् ।।
જેમ ઈયળ ભ્રમરીના ધ્યાનથી ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન ધરનારે પરમાત્મપણને પામે છે.