________________
૨૮૦
નમસ્કારમંત્રસિદ્ધિ ઉપાધ્યાયને નીલવર્ણ ઐહિક લાભાર્થે છે અને સાધુઓને શ્યામ વર્ણ પાપીઓના ઉચાટન અને મારણનું કારણ બને છે. આને અર્થ એમ કરીએ કે પંચપરમેષ્ઠીનું વિશિષ્ટ વણે ધ્યાન ધરતાં મનુષ્યમાં વિવિધ પ્રકારની શક્તિઓ ઉત્પન્ન થાય છે, તે તે અનુચિત નહિ જ લેખાય. કઈ શક્તિને ક્યારે કે ઉપયોગ કરે? તે મનુષ્યની સમજણશક્તિ ઉપર આધાર રાખે છે. જે મનુષ્યનું ધ્યેય મેક્ષ છે અથવા તે આધ્યાત્મિક વિકાસ છે, તે તે પિતાને પ્રાપ્ત થયેલી ગમે તેવી શક્તિને કદી દુરુપયેગ કરે જ નહિ.
આ ધ્યાન માટે હૃદયસ્થાનમાં આઠ પાંખડીવાળું એક શ્વેત કમલ ચિતવવું અને તેની કર્ણિકાના ભાગમાં ત્રીશ અતિશયવંત પરમપુરુષ પરમશક્તિનિધાન એવા શ્રી અરિહિંત દેવને સ્ફટિકના સુંદર સિંહાસન પર બેઠેલા ચિંતવવા. તેમને વર્ણ શ્વેત ચિંતવ. તેમની પાછળ અદ્દભુત અશોક વૃક્ષ છે, ઉપરથી પંચરંગી સુંદર પુની વૃષ્ટિ થઈ રહી છે, દુરદુરથી દિવ્ય ધ્વનિ સંભળાય છે, બંને બાજુ દેવીદેવતાઓ ત ચામરે વીંઝી રહ્યા છે, તેમના મસ્તકની પાછળ ભવ્ય ભામંડલ શોભી રહ્યું છે, દેવદુભિ વાગી રહી છે, મસ્તક પર ત્રણ શ્વેત છત્રો શેલી રહેલાં છે તથા તેમની સેવામાં કેટિ દેવતા હાજર છે, એમ ચિંતવવું. આ બધી વસ્તુઓ સ્મૃતિપટમાં જેટલી હૂબહુ તાજી થશે, તેટલી ધ્યાનની મજા જામશે અને તેમાં અપૂર્વ આનંદ આવશે. પછી તે અષ્ટમહાપ્રતિહાર્યયુક્ત શ્રી અરિહંત ભગવંત સાક્ષાત્ વિરાજી