________________
ર૭૬
નમસ્કારમંત્રસિદ્ધિ તો એ વિનયનું બીજ છે, એટલે વિનયી થવાનું સૂચન કરે છે. જે હું વિનયી થઈશ તે મને ગુરુદેવ તરફથી સત્યાર્થીની પ્રાપ્તિ થશે અને તેના દ્વારા મારું કલ્યાણ સાધી શકીશ.
રમો એ શોધનબીજ છે, એટલે તેનું વારંવાર રટણ કરતાં તથા ચિંતન કરતાં મારા શરીર, મન અને આત્માની શુદ્ધિ કરી શકીશ. આ ત્રિવિધ શુદ્ધિનું પરિણામ અતિ સુંદર આવશે
રમો પદ શાંતિક અને પૌષ્ટિક કર્મને સિદ્ધ કરનારું છે, એટલે તે મારા વિષય અને કષાયને શાંત કરશે તથા ધર્મધ્યાનની પુષ્ટિ કરશે. આથી વિશેષ મારે શું જોઈએ?
ખરેખર! જો પદ અતિ સુંદર છે, અત્યંત ભાવવાહી છે અને તેથી જ મંત્રાધિરાજની આદિમાં મૂકાયેલું છે?
આ ધ્યાન હૃદયકમલમાં ધરવાનું છે, એટલે જેમ જેમ તેને અભ્યાસ વધતા જાય છે, તેમ તેમ સાધકના હૃદયની અંદર રહેલા કામ, ક્રોધ આદિ શત્રુઓ પલાયન થતા જાય છે અને તેના સ્થાને નમસ્કારમંત્રનાં પદો ગોઠવાતાં જાય છે. તાત્પર્ય કે આ ધ્યાનના પરિણામે તે પવિત્ર બની જાય છે અને તેથી સિદ્ધિ સુલભ બને છે. શ્રી જિનપ્રભસૂરિએ પંચનમસ્કૃતિ સ્તુતિ”માં કહ્યું છે કેकर्णिकाप्टदलाढये हृत्पुण्डरीके निवेश्य यः। ध्यायेत् पञ्चनमस्कार, संसारं सन्तरेत्तराम् ॥
કર્ણિકાસહિત આઠ પત્રવાળા હૃદયમલમાં પંચનમસ્કારનાં નવપદને સ્થાપન કરીને જે ધ્યાન ધરે છે, તે સંસારને શીધ્ર તરી જાય છે.”