________________
ર૬ર
નમસ્કારમંત્રસિદ્ધિ બેઉ જંઘાના નીચલા ભાગે પગના ઉપર મૂક્યાથી અને જમણે તથા ડાબે હાથ અને નાભિ પાસે ઊંચા ઉત્તર-દક્ષિણ રાખવાથી પર્યકાસન થાય છે?
શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ સમયે આ આસન હતું. પતંજલિ મુનિએ જાનુ અને હાથને પ્રસારી સૂવું તેને પર્યકાસન કહ્યું છે, પણ તે અહીં પ્રસ્તુત નથી. અહીં તે શ્રી હેમચંદ્રાચાર્યે કહેલું ઉપર મુજબનું આસન કરવું એગ્ય છે.
અન્યત્ર પદ્માસનની ભલામણ પણ કરવામાં આવી છે. પરંતુ પર્યકાસને કે પદ્માસને બેસવાનું અનુકૂળ ન હોય તે સુખાસને બેસીને પણ નમસ્કારમંત્રનું ધ્યાન ધરી શકાય છે.
આ વખતે ભેંય કે ફરસબંધી ઉપર એમને એમ બેસી ન જતાં ઊનનું આસન બિછાવવું જોઈએ. દિશા
આ વખતે સાધકે પોતાનું મુખ પૂર્વદિશા ભણું કે ઉત્તરદિશા ભણી રાખવું જોઈએ. દષ્ટિ
આ વખતે દૃષ્ટિ નાસિકાના અગ્ર ભાગ પર સ્થાપવી, અથવા તે આંખ બંધ રાખવી. પ્રાણુયામ ?
ત્યાર પછી પૂરક, કુંભક અને રેચરૂપ પ્રાણાયામની કિયા કરવી. નાડીતંત્રને થિર કરવામાં આ ક્રિયા ઉપયોગી