________________
ધ્યાનવિધિ
૨૧ સમય ઉત્તમ છે. તે અંગે “અરિહાણાથુત્તમાં
पच्चुस-पओसेसु, सययं भव्यो जणो सुहज्झाणो । एवं झाएमाणे, मुक्खं पइ साहगो होइ ॥
“આ નમસ્કારમંત્રનું શુભ ધ્યાન કરનારા ભવ્ય મનુષ્ય પ્રાતઃકાલ અને સાસમયે નિરંતર આવી રીતે ધ્યાન ધરતાં મેક્ષ પ્રતિ સાધક બને છે?
જે આ સમય અનુકૂળ ન હોય તે જ પછી તત જ ધ્યાનમાં બેસી શકાય છે, અથવા તે અન્ય કોઈ પણ સમયે બેસી શકાય છે. તેમાં જોવાનું એટલું જ કે તે સમયે મન શાંત અને સ્વસ્થ હોવું જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે એ વખતે મનમાં કોઈ પણ પ્રકારની વ્યાકુળતા ન હેવી જોઈએ. વળી ભરેલા પેટે ધ્યાન ધરવાનું અનુકૂળ હેતું નથી, એટલે ભેજન પછીને એક કલાક ધ્યાન માટે વન્ય ગણુ જોઈએ. આસન
નમસ્કારલg૫જિક”માં કહ્યું છે કે નમસ્કારમંત્રનું ધ્યાન પર્યકાસને બેસીને કરવું જોઈએ. શ્રી હેમચંદ્રાચાર્ય “ગશાસ્ત્રના ચતુર્થ પ્રકાશમાં પર્યકાસનનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવેલું છે स्याजधयोरधोभागे पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तानदक्षिणोत्तरमाणिकः।।