________________
ર૭૨
નમસ્કારમંત્રસિદ્ધિ પુત્રની નજીકમાં આવી ગયા કે જેણે સુષમાને પિતાની ખાંધ પર ઉચલી હતી.
ચિલાતીપુત્ર સમજી ગયે હતું કે ધનસાર્થવાહને પૈસાની કંઈ પડી ન હતી, પરંતુ સુષમાનું હરણ ખૂબ ખટક્યું હતું, એટલે જ તેઓ આવા જોરદાર પીછો પકડી રહ્યા હતા. આથી તેમના પંજામાંથી છટકવા માટે તેણે સુષમાનું મસ્તક તલવારના એક જ ઝટકે ઉડાવી દીધું અને તે મસ્તક હાથમાં લઈને દોડવા માંડયું.
ધનસાર્થવાહે જોયું કે જેને માટે પિતે આટલે લાંબે. પ્રવાસ કર્યો હતો અને આટલી આકરી જહેમત ઉઠાવી હતી, તે પુત્રીને આખરે વધ થયે છે, એટલે તેમના પગ ઢીલા, પડી ગયા અને ચિલાતીપુત્રને તેમના પંજામાંથી છટકવાને લાગ મળી ગયે.
ચિલાતીપુત્ર ભાગતે ભાગને એક ઘેર જંગલમાં આવી ચડ્યો, જ્યાં મનુષ્યની વસ્તી ભાગ્યે જ હતી. એક હાથમાં લેહી-ખરડી તરવાર છે, બીજા હાથમાં સુષમાનું મસ્તક છે, ભૂખતરશ ઘણી લાગી છે અને હવે પગની તાકાત પણુ ઓસરવા માંડી છે. એવામાં એક મુનિને તપશ્ચર્યા કરતા
યા, એટલે ચિલાતીપુત્ર તેમની પાસે ગયે અને કહેવા લાગે કે “હે મુનિ ! તમે મને ટૂંકમાં ધર્મનું સ્વરૂપ કહે. જે નહિ કહે તે તમારું મસ્તક ઉડાવી દઈશ.”
સુનિએ કહ્યું: “ઉપશમ, વિવેક સંવરબસ, આટલું બેલીને તેઓ ચારણલબ્ધિ વડે આકાશમાગે ઊડી ગયા.