________________
ધ્યાનવિધિ
૨૭૩
ચિલાતીપુત્ર વિચાર કરવા લાગ્યું કે “મુનિએ આ શું કહ્યું ?” આ રીતે જ્યારે તેણે ઘણું ચિંતન કર્યું અને તેનું મન એકાગ્ર થઈ ગયું, ત્યારે અંતરથી સ્કુરણ થઈ કે ફોધને શમાવ અને મનને શાંત કરવું, તે ઉપશમ.” એટલે તેણે ક્રોધના પ્રતીકરૂપ તલવારને દૂર ફેંકી દીધી.
પછી વિશેષ ચિંતન કરતાં ફરી આંતરિક સ્કુરણ થઈ કે “ધન અને સ્વજનને મોહ છે, તે વિવેક? એટલે તેણે પિતાના હાથમાં રહેલું સુષમાનું મસ્તક છેડી દીધું કે જેના પર તેને સ્વજનને ભાવ હતે.
આમ તેના મનમાં શુદ્ધિ અને એકાગ્રતાનું પ્રમાણ વધી રહ્યું હતું, એટલે ત્રીજા પદને અર્થ પણ સ્વયં સ્કુરિત થયે કે “ઈન્દ્રિય અને મનની અશુભ વૃત્તિઓને રક્વી તે સંવર. એટલે તે મુનિની જેમ ધ્યાન ધરીને ઊભે રો. અન્ય શબ્દોમાં કહીએ તે તેણે ભાવથી સંયમદીક્ષા ગ્રહણ કરી.
આ રીતે ભાવસાધુ થયેલા ચિલાતીપુત્ર ત્યાં ઊભા રહીને “ઉપશમ, વિવેક, સંવર.” “ઉપશમ, વિવેક, સંવર.” એ જપ જપવા લાગ્યા અને આ રીતે મનને અન્ય વિષયમાંથી વારીને ધર્મધ્યાનમાં સ્થિર થયા. પરંતુ તેમને દેહ હજી તાજા લેહીથી ખરડાયેલું હતું, એટલે તેના ગંધથી આકર્ષાઈને કેટલીક વનકીડીએ ત્યાં આવી પહોંચી અને સ્વાદનિમિત્તે તેમના શરીરને ચટકા ભરવા લાગી. એ ઉપદ્રવ અતિ ભયંકર હતું, છતાં મહાત્મા ચિલાતીપુત્રે તેને કઈ પણ પ્રતિકાર કર્યો નહિ. નસિ–૧૮