________________
- ૭૦
નમસ્કારમંત્રસિદ્ધિ હૃદયમાં આઠ શ્વેત પાંખડીવાળું કમલ ચિંતવવું કે જેનો નિર્દેશ “સમરણવિધિ” નામના પ્રકરણમાં કરી ગયા છીએ. ત્યાં વિહિત ક્રમ પ્રમાણે નમસ્કારનાં પદોનું માત્ર સ્મરણ કરવાનું હતું, જ્યારે અહીં તે પ્રત્યેક પદના અક્ષરે વિશિષ્ટ વર્ણમાં ચિંતવી તેના પર મનવૃત્તિ સ્થિર કરવાની છે, તેમ જ તેનું અર્થચિંતન કરવાનું છે. અહીં વિશિષ્ટ વર્ણથી અક્ષરમય ધ્યાનમાં જે પદને જે વર્ણ કર્યો છે, તે ગ્રહણ કરવાને છે.
દાખલા તરીકે તમો અરિહંતા નું પદમય ધ્યાન ધરવું છે, તે પ્રથમ એ સાતેય અક્ષરે કવેત વણે સ્મૃતિપટપર તાજા કરવા જોઈએ, તેના પર મનવૃત્તિ બરાબર સ્થિર કરવી જોઈએ અને પછી તેનું અર્થચિંતન કરવું જોઈએ. અહીં એટલી સ્પષ્ટતા કરવી જરૂરી છે કે મનની શુદ્ધિ અને એકાગ્રતા જેમ જેમ વધતી જાય છે, તેમ તેમ અર્થનું સ્વયં સ્કુરણ થતું જાય છે અને તે વસ્તુના મૂળ સ્વરૂપ ઉપર ખૂબ જ સુંદર પ્રકાશ પાડે છે. ચિલાતીપુત્રની કથા આ વસ્તુની પ્રતીતિ કરાવશે.
ચિલતીપુત્રની સ્થા
ચિલાતી નામની દાસીને પુત્ર રાજગૃહી નગરીના ધનસાર્થવાહને ત્યાં નોકરી કરતા હતા અને ઘરનું પરચુરણ કામકાજ કરવા ઉપરાંત તેમનાં બાળકને પણ રમાડતો હતો. ધનસાર્થવાહને ચાર પુત્ર ઉપર એક પુત્રી થઈ હતી, જે