________________
૨૬૪
નમસ્કારમત્રસિદ્ધિ
પછી અંગૂઠો ઊંચા કરીને જમણા નસકોરાં દ્વારા ધીમે ધીમે શ્વાસ લેવા. આ રીતે વાયુને શરીરમાં પૂરવાની ક્રિયાને પૂરક
કહેવામાં આવે છે.
પછી અંગૂઠો ફરી જમણા નસકોરાં પર દ્રુમાવી દેવા અને ગ્રહણ કરેલા શ્વાસને રોકી રાખવા, તેને કુંભક કહેવામાં આવે છે. સામાન્ય રીતે પૂરક કરતાં કુંભકના સમય ચારગણા હાવા જોઈએ. એટલે કે પૂરક કરતાં અર્ધી મીનીટ લાગી હાય તા કુંભક ઓછામાં આછે એ સીનીટ રાખવા જોઈએ અને એક મીનીટ લાગી હોય તો ચાર મીનીટ રાખવા જોઈ એ.
ત્યાર પછી ટચલી આંગળી ઉઠાવી લઈને ડાખા નસકોરાં વડે શ્વાસ બહાર કાઢવા, તેને રેચક કહેવામાં આવે છે. આ ક્રિયામાં પૂરક કરતાં અરધા સમય લાગવા જોઈ એ. તાત્પર્ય કે ટચલી આંગળી ઉઠાવી લઈ ને તરત જ યા શ્વાસ છેાડી દેવા નહિ, પણ ધીમે ધીમે છેાડવા અને શરીરમાંથી જેટલે વાયુ અહાર કાઢી શકાય તેટલા કાઢવા.
*
શ્રી હેમચંદ્રાચાર્યે ચેાગશાસ્ત્રમાં કહ્યુ` છે કે રેચક પ્રાણાયામથી પેટની વ્યાધિ અને કફના નાશ થાય છે, પૂરક પ્રાણાયામથી શરીરને પુષ્ટિ મળે છે તથા વિવિધ પ્રકારના રાગે નાશ પામે છે તથા કું ભક પ્રાણાયામને લીધે હૃદયકમલ તત્કાલ વિશ્ર્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં મળની વૃદ્ધિ થાય છે તથા વાયુ સ્થિર રહી શકે છે.'