________________
૨૫૬
નમસ્કારમંત્રસિદ્ધિ મનને ધર્મધ્યાનમાં જોડવા માટે આ ભાવનાઓ રસાયણ તુલ્ય ગણાય છે. શુકલધ્યાનને વિશેષ પરિચય
શાસ્ત્રમાં શુકલધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે માનવામાં આવ્યા છેઃ
(૧) પૃથક-વિતર્ક-સવિચાર શુકલધ્યાન-શ્રુત જ્ઞાનના આલંબનપૂર્વક ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય રૂપિત્વ, સક્રિય, અકિયવ આદિ પર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે પૃથકત્વ-વિતર્ક–સવિચાર નામનું શુકલધ્યાન કહેવાય છે. અહીં પૃથકત્વને અર્થ છે ભિન્ન, વિતર્કને અર્થ છે શ્રુતજ્ઞાન અને વિચારને અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર તથા એક એગથી બીજા વેગ પર ચિંતનાર્થે થતી પ્રવૃત્તિ. અહીં ગ શબ્દથી મનેગ, વચનગ અને કાગ એ ત્રણ પ્રકારને વેગ સમજવાને છે.
(૨) એકવ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન-શ્રુત જ્ઞાનના આલંબનપૂર્વક મનેયેગ આદિ કેઈપણ એક પેગમાં સ્થિર થઈને દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું, તે એકત્વ-વિતર્ક-નિર્વિચાર નામનું શુલ ધ્યાન કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણાશે કે પ્રથમ ધ્યાનના દઢ અભ્યાસથી આ બીજા ધ્યાનની એગ્યતા આવે છે. જેમ સમસ્ત શરીરમાં વ્યાપેલું ઝેર મંત્રાદિ ઉપાયોથી એક ડંખની જગાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે,