________________
૨૫૮
નમસ્કારમંત્રસિદ્ધિ આ ધ્યાન કાલ , ૬, ૩, ૪, અને ટૂ એ પાંચ હસ્ત્ર અક્ષર બેલીએ એટલે જ ગણાય છે. આ સ્થાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પિતાની સ્વાભાવિક ઊર્ધ્વ ગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિદ્ધશિલાના મથાળે સ્થિર થઈ અનંત કાલ સુધી અનિર્વચનીય સુખને ઉપલેગ કરે છે.
શુકલધ્યાનના પહેલા બે પ્રકારમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે, એટલે તે આલંબન ધ્યાનની કેટિમાં આવે છે અને છેલ્લા બે પ્રકારમાં કૂતરાનનું આલંબન હેતું નથી, એટલે તે નિરાલંબન ધ્યાનની કેટિમાં આવે છે. કચેયના ભેદથી ધ્યાનના ચાર પ્રકારે
ચેયના ભેદથી ધ્યાનના ચાર પ્રકારે માનવામાં આવ્યા છે. જેમકે-(૧) પિંડ, (૨) પદસ્થ, (૩) રૂપ, અને (૪) રૂપાતીત. તેમાં પાર્થિવી, આનેયી, મારુતી, વાસણ -અને તત્વભૂ એ પાંચ પ્રકારની ધારણુઓ વડે વિશિષ્ટ પ્રકારનું ચિંતન કરવું, તે પિંઠસ્થ ધ્યાન કહેવાય છે. પવિત્ર પદે એટલે મંત્રાક્ષનું આલંબન લઈને ધ્યાન ધરવું, તે પદસ્થ ધ્યાન કહેવાય છેરૂપનું આલંબન લઈને ધ્યાન ધરવું, તે રૂપ ધ્યાન કહેવાય છે અને રૂપના આલંબન વિના ધ્યાન ધરવું, તે રૂપાતીત ધ્યાન કહેવાય છે.
ગશાસ્ત્ર,
જ્ઞાનાર્ણવ,” “ધ્યાનશતક