________________
૧૩૬
નમસ્કારમંત્રસિદ્ધિ સહુને માટે છેવટને બેલ છે. તેમના સેવક તરીકે આપણે અંતરથી એમ જ માનવું જોઈએ કે “તમેવ સર્વ નિણં લે નિર્દિ ઈંતે જ સાચું છે અને તે જ નિશંક છે કે જે શ્રી જિનેશ્વર ભગવતે કહેલું છે.” આવી શ્રદ્ધા–આવે વિશ્વાસ પ્રકટયા વિના તેમણે પ્રરૂપેલા સિદ્ધાંતનું યથાર્થ અનુસરણ શી રીતે થઈ શકે ?
શ્રમણ ભગવાન મહાવીર આ જગતના એક અજોડઅદ્વિતીય સાધક હતા અને અતિ કઠિન સાધનામાંથી પાર ઉતર્યા હતા. એ દૃષ્ટિએ પણ તેમણે પ્રરૂપેલા આ પાંચ સિદ્ધાંત પરમ શ્રદ્ધેય ગણવા જોઈએ.
આ પાંચ સિદ્ધાંતને અતિ સંક્ષેપમાં નિર્દેશ કરે હોય તે (૧) ઉત્થાન, (૨) કર્મ, (૩) બલ, (૪) વીર્ય અને (૫) પરાક્રમ તરીકે કરી શકાય, પણ તેથી આપણે હેતુ સરશે નહિ, એટલે તે અંગે અહીં કેટલુંક વિવેચન કરીએ છીએ.
(૧) ઉત્થાન–એટલે આળસ મરડીને ઊભા થવું, જડતા ખંખેરીને જાગ્રત થવું, નિરાશાને ત્યાગ કરે અથવા તે પ્રમાદને પરિહાર કરીને કર્તવ્ય બજાવવા તત્પર થવું.
જેઓ આળસુ છે, એદી છે, છાતી પર પડેલું બાર બીજી કોઈ વ્યક્તિ પિતાના મુખમાં મૂકે એમ ઈચ્છનારા. છે, તેઓ આ જગતમાં મંત્રસાધના શી રીતે કરી શકવાના?
આવી અનિચ્છનીય સ્થિતિ જસુઓની છે. તેમનું મગજ જડતાથી એટલું ભરાઈ ગયેલું હોય છે કે કેઈ સાચી