________________
૨૩૮
નમસ્કારમંત્રસિદ્ધિ કેઈએમ કહેતું હોય કે “આજે મોક્ષને દરવાજો બંધ છે અને શુક્લ યાનના બીજા પાયા સુધી પહોંચવાની આપણુ કેઈની તાકાત નથી, તેથી ધ્યાન માટે વિશેષ પ્રવૃત્તિ શું કરવી?” તે એ કથન અજ્ઞાનમૂલક છે. મેક્ષને દરવાજો આજે ભલે બંધ હોય અને શુકલ ધ્યાનના બીજા પાયા સુધી ભલે પહોંચાતું ન હોય, પણ સાધુ-સાધ્વીએ પિતાનો બધે વખત ધર્મધ્યાનમાં ગાળવાને છે અને શ્રાવક-શ્રાવિકાઓએ તેનું યથાશક્તિ અનુસરણ કરવાનું છે, તેનું શું? જે ધ્યાનની પ્રવૃત્તિ મંદ પડે તે ધર્મધ્યાનમાં ધબડકો વળી જાય અને ધર્મધ્યાનમાં ધબડકે વળી જાય, તે બાકી શું રહે? એ જ વિચારવાનું છે.
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વગેરે પરથી તે એમ જ સમજાય છે કે નિર્વાણુગના સાધકે મુખ્યતયા સ્વાધ્યાય અને ધ્યાનની જ પ્રવૃત્તિ કરવાની છે. તેમાં સ્વાધ્યાય માટે આચાર્ય તથા ઉપાધ્યાયને શરણે જવાનું છે અને ધ્યાન માટે કાર્યોત્સર્ગને આશ્રય લેવાનું છે. આ બંને વસ્તુઓ એકબીજાની પૂરક છે, એટલે તેમાં મુખ્ય–ગૌણ ભાવ કરે ઈટ નથી. તાત્પર્ય કે કેઈ સ્વાધ્યાય કરે, પણ ધ્યાન ન ધરે કે ધ્યાન ધરે, પણ સ્વાધ્યાય ન કરે, તે ઈચ્છવા ચોગ્ય નથી. સ્વાધ્યાયથી સાચે માર્ગ સમજાય છે અને ધ્યાનથી તેનો અમલ થાય છે.
ધ્યાન એ મંત્રસાધનાને એક અતિ અગત્યને ભાગ છે, તેથી જ મંત્રવિશારદોએ મંત્રસાધનાનાં મુખ્ય અગેમાં તેની ગણના કરેલી છે. જેમકે