________________
ર૪૭
ધ્યાનને પરિચય ગુરુ મળ્યા અને સર્વજ્ઞકથિત શુદ્ધ દયામય ધર્મ મળે! જે હું આ સામગ્રીને યથાર્થ ઉપયોગ કરું તે ભયાનક ભવસાગર અવશ્ય તરી જાઉં અને કાયમને માટે જન્મમરણના બંધન– માંથી મુક્ત થાઉં.
મારી પાસે સંપત્તિ ઓછી છે, સાધને ઓછાં છે, તે એક રીતે સારું જ થયું. એટલે પરિગ્રહ છે, તેટલું પાપ છું. મારે જીવવા માટે આથી વધારે શું જોઈએ? ધન-સંપત્તિ, માલ-મિલક્ત તથા કુટુંબ-પરિવાર બધું અહીં જ પડી રહેવાનું છે, તેથી તેમાં મોહગ્રસ્ત થવું ઉચિત નથી.
હું અનંત જ્ઞાન અને શક્તિવાળે આત્મા છું, અને ધારું તે સકલ વિશ્વને ડેલાવી શકું તેમ છું, તેથી મારે નિરાશ થવાની–હતાશ થવાની જરૂર નથી. હે આત્મન ! તું વીર થા અને બધી બાજી સુધારી લે!
મારા જેવી હાલતમાંથી અનેક મનુષ્યએ ઉન્નતિ સાધી છે, તે હું કેમ સાધી નહિ શકું! વળી મને ગુરુદેવે તરફથી જિનશાસનના સારરૂપ ત્રિકાલમહિમાવંત અને અચિંત્ય પ્રભાવશાળી એ નમસ્કારમંત્ર પ્રાપ્ત થયેલ છે, તેનું નિત્ય નિયમિત સમરણ કરતે રહીશ તે જરૂર પ્રગતિ-વિકાસઅષ્ણુય સાધી શકીશ. ખરેખર! મારું ભાવી ઉજ્જવલ છે, મારા માટે અતિ ઉત્તમ જીવન નિર્માયેલું છે.”
કેટલાક એમ માને છે કે આવા વિચારે કરવાથી શું થાય ? પણ વિચાર કરવાની આ સાચી દિશા છે અને તેનું પરિણામ અતિ સુંદર આવે છે. “મનુષ્ય જેવો વિચાર