________________
૨૪૬
નમસ્કારમંત્રસિદ્ધિ પ્રાપ્ત કરવાને દઢ સંકલ્પ કર અને મનને તેમાં જ જોડાએલું રાખવું તે.
આર્તધ્યાન છેડવાને અર્થ એ છે કે આ ચાર પ્રકારનાં ધ્યાને છોડવાં જોઈએ.
સમજણ ખીલી હેચ અને સત્સંગ ચાલુ હોય તે આ ધ્યાને છોડવાનું કામ અઘરું નથી, પણ લેકેને માટે ભાગ અજ્ઞાન અને મેહમાં ડૂબેલે છે તથા સત્સંગની ખેવના કરતું નથી, એટલે ત્યાં આ ધ્યાનનું સામ્રાજ્ય વ્યાપેલું છે.
દુખી છું, બિચારે છું, બાપડૅ છું, મારું આ જગતમાં કેઈ નથી, મને કોઈ મદદ કરતું નથી! અરેરે! શું થવા બેઠું છે. આવી રીતે મારાથી શી રીતે જીવાશે !” વગેરે વિચારે મનુષ્યને હતાશ બનાવનારા છે. વધારે સ્પષ્ટ કહીએ તે તેનું મૂળભૂત ખમીર તેડી નાખનારા છે, એટલે તેણે આવા વિચારોથી બચવું જોઈએ અને સારા-સુંદરઆશાપદ વિચારે કરવા જોઈએ. જેમકે
મારે પુણ્યદય જ, એટલે મને દશ દષ્ટાંતે દુર્લભ એ મનુષાભવ મળે, આર્યદેશ મળે, પાંચ ઈન્દ્રિયની પૂર્ણતા મળી, દીર્ઘ આયુષ્ય મળ્યું* અને અતિ ઉત્તમ એવા જૈનકુલની પ્રાપ્તિ થઈ. વળી હું કે બડભાગી કે મને અરિહંત જેવા દેવ મળ્યા, નિગ્રંથ જેવા
* કેટલાક મનુજો ગર્ભાવસ્થામાં જ મરી જાય છે, તો કેટલાક જમ્યા પછી થોડા જ વખતે મરી જાય છે, તે દૃષ્ટિએ પચીશ પચાસ વર્ષનું આયુષ્ય પણ દીધું છે.