________________
૨૪૪
નમસ્કારમ ત્રસિદ્ધિ
ત્રિપુટી હાય છે. ધ્યાતા એટલે ધ્યાન ધરનારી વ્યક્તિ; ધ્યેય એટલે ધ્યાનનું આલખન અથવા જેનું ધ્યાન ધરવાનું છે, તે વસ્તુ; અને ધ્યાન એટલે ધ્યેયની સિદ્ધિ અર્થે ધ્યાતા દ્વારા કરવામાં આવતી વિશિષ્ટ પ્રવૃત્તિ. જેને ધ્યાતા ન હાય તે ધ્યાન કોણુ પરે ? જો ધ્યેય ન હેાય તે ધ્યાન થેનું ધરાય ?” અને ધ્યાતા વિદ્યમાન હેાય તથા ધ્યેય નિશ્ચિત હાય, પણ ધ્યાનની ક્રિયા યથાર્થ રીતે થાય નહિ તો પણ ધ્યાન શી રીતે સંભવે ? તાપ કે આ ત્રણેય વસ્તુને મેળ મળે ત્યારે જ ધ્યાનની પ્રક્રિયા સંભવે છે, તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની. ત્રિપુટી માનવામાં આવી છે. પરંતુ ધ્યાનની ઉચ્ચ કક્ષામાં આ ત્રિપુટી એક થઈ જાય છે, કારણ કે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના કોઈ ભેદ રહેતા નથી..
ધ્યાનના ચાર પ્રકાર :
ધ્યાનના મુખ્ય ચાર પ્રકારો માનવામાં આવ્યા છે : (૧) આત ધ્યાન, (૨) રૌદ્રધ્યાન (૩) ધમ ધ્યાન અને (૪) શુક્લ ધ્યાન. જેમાં દુઃખ કે પીડાનું ચિંતન મુખ્ય હાય, તે. આત ધ્યાન કહેવાય; જેમાં રુદ્રતા એટલે હિંસા, અસત્ય, ચેરી વગેરેનું ચિંતન મુખ્ય હાય, તે રૌદ્રધ્યાન કહેવાય;. જેમાં ધમ અને તેની આરાધનાનું ચિંતન મુખ્ય હાય, તે ધર્મધ્યાન કહેવાય; અને જેમાં વસ્તુના ગુણધમ નું વ્યાક્ષેપ. તથા સમહાદ્ધિથી રહિત ઉજ્જવલ ચિંતન હાય, તે શુક્લ ધ્યાન કહેવાય. અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે શુકલ ધ્યાનના છેલ્લા બે પ્રકારોમાં કઈ પણ પ્રકારનું ચિંતન હેતુ