________________
૨૪૮
નમસ્કારમંત્રસિદ્ધિ કરે છે, તે તે થાય છે. એ મહાપુરુષોએ ઉચ્ચારેલું પરમ સત્ય છે, તેથી જ તેને ચીવટથી અનુસરવાને અમારે આગ્રહભર્યો અનુરોધ છે.
પ્રિયજનનું મૃત્યુ થાય કે ધન-સંપત્તિ ચાલી જાય, ત્યારે મનને-હૃદયને આઘાત લાગે, એ સ્વાભાવિક છે, પણ તે માટે વિલાપ કરવાથી કે ઝરવાથી શું અર્થ સરે? એ વિચારવાનું છે. શું નાના પ્રકારના વિલાપ કરવાથી કે અત્યંત સુરવાથી મૃત્યુ પામેલી વ્યક્તિ સજીવન થાય છે ખરી? કે પરલેકમાંથી પાછી આવે છે ખરી? અથવા ગયેલી ધનસંપત્તિનાં પુનાદર્શન થાય છે ખરાં? જે એને જવાબ નકારમાં હોય તે એ વિલાપ કરવાનું તથા ગુરવાનું છેડી દેવું જ જોઈએ.
અહીં એમ વિચાર કર ઘટે કે “આ જગતમાં સહુને એક દિવસ મરવાનું જ છે, કેઈને વહેલું તે કેઈને મોડું! કઈ મૃત્યુને ખાળી શક્યું નથી કે ખાળી શકનાર નથી. મહા યોગસિદ્ધ પુરુષે પણ એક દિવસ પિતાની જીવનલીલા સંકેલીને ચાલ્યા ગયા, ત્યાં સામાન્ય માનવીનું શું ગજું? ખરેખર ! મૃત્યુ અપરિહાર્ય છે, એટલે તેને શેક–સંતાપ કર નકામે છે.
વળી લમી સ્વભાવે અતિ ચંચળ છે. તે કદી કરીને ડામ બેસતી નથી. આજે આ ઘર, તે કાલે પિલું ઘર, એમ સ્થાન અલ્યા જ કરે છે. મોટા મોટા રાજાએ તથા ધનકુબેરેને પણ તેણે હાથતાલી આપી દીધી તે આપણે કેણુ માત્ર! ત્યાં સુધી પુણ્ય તપતું હતું, ત્યાં સુધી તે સાથે રહી અને