________________
ધ્યાનને પરિચય
૨૫૧ સમજણ અને સત્સંગથી આ ધ્યાને જરૂર છેડી શકાય, પણ મનુષ્યને મેટો ભાગ અણસમજુ છે અને સત્સંગ કવચિત્ જ કરે છે, એટલે ત્યાં આ ધ્યાને પિતાનું પ્રભુત્વ જમાવેલું છે. અન્ય રીતે કહીએ તે બહુ ચેડા મનુષ્ય જ તેની સત્તાની બહાર છે.
અહીં એ પણ યાદ રાખવું ઘટે છે કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે જોડિયાં સ્થાને છે, એટલે એક આવે તે બીજું અવશ્ય આવે છે અને એક જાય તે બીજું પણ અવશ્ય જાય છે. ભૂખ, તરસ તથા અન્ય યાતનાઓથી આ થયેલા મનુષ્ય કોઈને મારી નાખીને, જૂઠું બોલીને કેચોરી કરીને પણ પિતાની યાતનાઓ દૂર કરવા ઈચ્છે છે, એ આપણે અનેક વાર નજરે નિહાળ્યું છે. “વુમુક્ષતા વિશે વોરિ પણ” એ ઉક્તિ વ્યવહારમાં પ્રસિદ્ધ છે.
તે જ રીતે રુદ્ર બનીને હિંસા, અસત્ય, ચોરી વગેરે કરનારાઓ આખરે આત બની જાય છે અને દુખના નિસાસા નાખ્યા કરે છે. આજે “હડતાલ” “ઘેરા ડાલ” વગેરેને જે પવન વાચે છે, તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની વૃદ્ધિનું જ પરિણામ છે. “અમને નહિ, તે તમને પણ નહિ એ એક અતિ વિકૃત વિચાર છે અને તેનું આખરી પરિણામ હિંસા, ખૂન, બળાત્કાર, ચેરી વગેરેમાં આવે છે. તેના બદલે “મારાં સુખ-દુઃખને કતાં હું જ છું. મેં પૂર્વે જેવી કરણી કરેલી છે, તેનું ફળ ભેગવી રહ્યો છું. આ વિશ્વમાં સર્વ પ્રાણુઓ. પિતાનાં શુભાશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવે છે. આવા