________________
ધ્યાનના પરિચય
૨૪૯
પુણ્યના ભંડાર ખૂટ્યો કે તે ચાલતી થઈ ! હવે ગમે તેટલી રોકકળ કરીએ કે આજીજી કરીએ, પણ તે પાછી આવનાર નથી, માટે રોકકળ અને આજીજીથી સયુ !
:
આ કાયા અનેક પ્રકારના રાગેાથી ભરેલી છે. તેમાંથી ક્યારે કેવા રોગ ફૂટી નીકળશે તે કહી શકાતુ નથી. સનત્કુમાર ચક્રવતીની કાયા કંચનવરણી લાગતી હતી, પણુ થાડી જ વારમાં તેમાંથી સેાળ મહારાગા ફૂટી નીકળ્યા અને તે કદરૂપી બની ગઈ ! તેથી તેના શાક-સ’તાપ કરવા નકામ છે. શારીરિક કે માનસિક પીડા ઉત્પન્ન થતાં અરેરે ! વાય વાય ! આપલિયા મરી ગયા !' વગેરે શબ્દો ખેલવા માંડીએ તા એ વેદના અનેક ગણી વધી જાય છે. આવા વખતે જો નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહર' સ્વેત્રમાં મનને જોડી દઈ એ અને તેની ગણના કરવા લાગીએ તે એ પીડાની કંઈ પણ -અસર થતી નથી. આ વસ્તુ અમે અનેક વાર અનુભવેલી છે. આમાં જરૂર છે માત્ર વિચારાનું વહેણુ ખદલવાની, તે નમસ્કારમંત્ર કે ઉવસગ્ગહર' સ્તોત્રમા મનને જોડી દેતાં અવશ્ય અદ્દલાય છે.
અમે એવા મનુષ્યાને જોયા છે કે જેમને કેન્સર અથવા હાજરીના ચાંદાનું ન લાગુ પડ્યુ હોય, છતાં મુખમાંથી એક પણ અરેકારો કર્યો ન હાય. તેમને મળીએ ત્યારે મુખ પર પૂર્વવત્ શાતિ અને સ્વસ્થતાનાં જ દન થાય અને વાતચીત પણ ખૂબ જ ધ્રુવસ્થિત કરે. તેમના જીવનમાંથી આપણે આપ લઈએ તે પ્રતિકૂલવેદના નામના ત્રીજા આત ધ્યાન–