________________
ર૪ર
નમસ્કારમંત્રસિદ્ધિ તારવવામાં આવે કે દૂધપાક બનાવવા માટે દૂધ પૂરતું છે, તેમાં બીજી કઈ વસ્તુની આવશ્યક્તા નથી, તે એ અર્થ ખે છે, વાસ્તવિક્તાને અન્યાય કરનારે છે, કારણ કે દૂધપાક બનાવવામાં દૂધ ઉપરાંત સાકર, બદામ, એલચી, ચેખા વગેરે બીજી વસ્તુઓની જરૂર પડે જ છે. આ જ રીતે મંત્રજપથી સિદ્ધિ અવશ્ય થાય છે, પણ તે માટે અન્ય ઉપાયની આવશ્યક્તા રહે છે, જેમાં ધ્યાનની મુખ્યતા છે.
આ સંબંધમાં હજી ઘણું વિવેચન થઈ શકે એમ છે, - પણ ગ્રંથનો વિસ્તાર ન થઈ જાય તે માટે ટૂંકમાં જ જણાવીશું કે નમસ્કારમંત્રને આપણું દેહ--મન-આત્મામાં ઉતારવાને છે અને જીવનવ્યાપી બનાવવાનું છે તે તેનું ધ્યાન ધર્યું સિવાય શી રીતે બની શકે? જ્ઞાનીઓના અભિપ્રાયથી ધ્યાન જ એક એ કીમિ છે કે જે મનુષ્યની આંતરિક સૃષ્ટિમાં અવનવે ફેરફાર કરી શકે છે અને તેને પિતાના જે જ બનાવી દે છે. તેથી જેણે પરમેષ્ઠી બનવું હોય, પરમેષ્ઠીના ગુણેથી વિભૂતિ થવું હોય અને એ રીતે કલ્યાણ કે શ્રેયની પ્રાપ્તિ કરવી હોય, તેણે નમસ્કારમંત્રનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ.
જે નમસ્કારમંત્રનું નિયમિત ધ્યાન ધરે છે, તે માનવમાંથી મહામાનવ થાય છે, મહામાનવમાંથી દેવ બને છે અને દેવમાંથી દેવાધિદેવનું સ્થાન ઝડપી લે છે. ધ્યાનના મહત્ત્વ માટે આથી વિશેષ શું કહીએ?