________________
સ્થાનનું મહત્વ
૨૩૯ पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः।। जपकोटिसमं ध्यान, ध्यानकोटिसमो लयः॥
મંત્રસાધનાનું પ્રથમ અંગ મંત્રદેવતાની પૂજા છે, તે વિવિધ ઉપચાર વડે કરવી જોઈએ. મંત્રસાધનાનું બીજું અંગ ઑત્ર છે, તે પૂજા કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી સુંદર સ્તોત્રે વડે મંત્રદેવતાની સ્તુતિ અવશ્ય કરવી જોઈએ. મંત્રસાધનાનું ત્રીજું અંગ જપ છે, તે સ્તોત્ર કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી મૂળમંત્રને જ૫ નિયત પ્રમાણમાં અવશ્ય કરવું જોઈએ. મંત્રસાધનાનું ચેથું અંગ ધ્યાન છે, તે જપ કરતાં ક્રોડગણું વધારે ફળ આપનારું છે, તેથી મંત્રદેવતાનું ધ્યાન અવશ્ય ધરવું જોઈએ અને મંત્રસાધનાનું પાંચમું અંગ લય છે, તે ધ્યાન કરતાં ક્રિોડગણું વધારે ફળ આપનારે છે, તેથી મનની તમામ વૃત્તિ
ઓને મંત્રદેવતામાં લય કરી નાખવે જઈએ અને એ રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ.
જે મંત્રવિશારદોએ મંત્રસાધનાને પાંચ ભાગમાં વિભક્ત કરેલી છે, તેમણે તેનું સ્વરૂપ આ પ્રમાણે માનેલું છે?
(૧) અભિગમન–મંત્રસાધના માટે નક્કી કરેલા સ્થાન પ્રત્યે જવું અને તેની શુદ્ધિ કરવી.
(૨) ઉપાદાન–મંત્રસાધના માટે જે જે ઉપકરણ કે સાધને જરૂરી છે, તે એકત્ર કરવાં.
(૩) ઈજ્યા–ભૂતશુદ્ધિ, પ્રાણાયામ તથા ન્યાસપૂર્વક મંત્રદેવતાની વિવિધ ઉપચારે વડે પૂજા કરવી.