________________
ધ્યાનનું મહત્વ
૨૩ જપની સાથેનું તેનું સહચારિત્વ સૂચવે છે. આ રહ્યા તે અગેનાં શાસ્ત્રકાર મહર્ષિનાં વચને ?
पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोवि अ, अभितरओ तवो होइ ।
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃય, સ્વાધ્યાય (જપ), ધ્યાનઅને ઉત્સર્ગ, એ અભ્યતર તપ છે?
શાસ્ત્રકાર ભગવતે કહે છે કે જે કર્મો અતિ ચીકણું હોય અને દીર્ઘ કાલથી સંચિત થયેલાં હેય, તે ધ્યાનરૂપી અગ્નિથી ક્ષણમાત્રમાં બળીને ભસ્મ થઈ જાય છે. ધ્યાનની આ બલિહારી છે અને તેથી જ તીર્થકર ભગવતે તથા મહામુનિઓ તેને આશ્રય અવશ્ય લે છે.
શ્રમણ ભગવાન મહાવીરસ્વામી સાધનાકાલમાં એકાંત,. મૌન અને ઉપવાસને આશ્રય લઈ મોટા ભાગે ધ્યાનમાં જ રહેતા અને એ રીતે પોતાનાં કર્મો ખપાવતા. અન્ય રીતે કહીએ તે શ્રમણ ભગવાન મહાવીર જેમ દીર્ઘ તપસ્વી હતા, તેમ દીર્ઘ ધ્યાની પણ હતા અને તેથી જ તેઓ ટૂંકા સમયમાં ભારે કર્મોની નિર્જરા કરી શકયા હતા.
ધર્મધ્યાનની ધારાએ ચડ્યા વિના આધ્યાત્મિક પ્રગતિ થતી નથી અને શુકલધ્યાનના બીજા પાયે પહોંચ્યા વિના કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આમ છતા આજે ધ્યાનની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે અને તેના પર જોઈએ તે ભાર અપાતે નથી, એ ઘણું જ અફસની વાત છે.