________________
સ્મરણવિધિ
૧૮૩
જેઓ કમલબંધથી મરણ ન કરી શકે તેમણે કરમાલાથી સ્મરણ કરવું, એ શાસ્ત્રકારને આદેશ છે. કરમાલા એટલે કરની આગળીના વેઢા. તેને ઉપગ કરીને નમસ્કારમંત્રનું સ્મરણ કરવું. તે અંગે વિશેષ સૂચના એવી છે કે
करआवत्ते जो पंचमंगलं साहुपडिमसंखाए । जयवारा आवचई, छलन्ति तं नो पिसायाई ॥
કરના આવર્તેથી જે નમસ્કાર મિત્રને સાધુપ્રતિમાની સંખ્યાએ એટલે બાથી નવ વાર ગણે છે, તાત્પર્ય કે ૧૦૮ વાર ગણે છે, તેને પિશાચ વગેરે દુષ્ટ ઉપદ્રવ કરી શકતા નથી.”
કર એટલે હાથ, તેની આંગળીઓમાં જે વેઢા હેય છે, તેને અમુક રીતે અનુસરવા તેને આવર્ત કહેવામાં આવે છે. આ આવર્તે નંદ્યાવર્ત, શંખાવત, હકારાવત, હકારાવર્ત, શ્રીકારાવર્ત, સિદ્ધયાવર્ત, નવપદાવર્ત વગેરે અનેક પ્રકારના છે. તેમાંથી જમણે હાથે નંદાવર્તના ધોરણે બાર વાર સ્મરણ કરવું અને ડાબા હાથથી શંખાવર્તના ધોરણે તેની ૯ વાર ગણના કરવી એ સંપ્રદાય છે. આ રીતે કુલ ૧૦૮ વારની ગણના થઈ શકે છે.
, આવર્તમાં ચાર આંગળીના ૧૨ વેઢાને ઉપયોગ થાય છે. આ રીતે ડાબા હાથે શંખાવર્ત અને જમણે હાથે નંદ્યાવર્તની ગણના નીચે પ્રમાણે થાય છે?