________________
૧૯૦
નમસ્કારમંત્રસિદ્ધિ તાત્પર્ય કે જપ એ કઈ સામાન્ય વસ્તુ નથી, પણ -અચિંત્ય શક્તિ ધરાવનારી એક અતિ મહત્વની વરતુ છે.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિગીતામાં “એહ જપે તે ધન્ય’ એ શબ્દો વડે નમસ્કારમંત્રના જપનું મહત્વ સૂચવ્યું છે તથા ઉપાધ્યાય શ્રી કુશલ– લાભજીએ “નમસ્કારમંત્રના છંદ”માં નિમ્ન શબ્દો વડે મંત્રજપને મહિમા પ્રકટ કર્યો છે?
વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર,
સકલ મંત્ર શિર સુકુટમણિ, સદ્ગુર્ભાષિત સાર, સે ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીચે નવકાર.
નવ લાખ જપતા નરક નિવારે, પામે ભવને પાર સે ભવિયાં ભત્ત ચેખે ચિત્તે, નિત્ય જપીä નવકાર
નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધમંત્ર એ શાશ્વત, એમ જપે શ્રી જગનાયક.
અહીં એ સ્પષ્ટતા કરવી ઉચિત છે કે જૈનધર્મ જપને એક પ્રકારની ધાર્મિક ક્રિયા તે માની જ છે, પણ તેને સમાવેશ અત્યંતર તપશ્ચર્યામાં કર્યો છે. “ત્તિ વિશે વેરાવવું તહેવ સાક્ષાગો”—આદિ વચને અત્યંતર તપના