________________
જપવિધિ
રર૭ शमार्थ सर्वशास्त्राणि, विहितानि मनीषिभिः । तस्मात्स सर्वशास्त्रज्ञो, यस्य शान्तं मनः सदा ॥
બુદ્ધિમાન પુરુષોએ સર્વ શાસ્ત્રોની રચના શમ એટલે શાંતિ કે સમતાના શિક્ષણ અર્થે કરેલી છે, તેથી જેનું મન સદા શાંત છે. તે સર્વશાસ્ત્રને જ્ઞાતા છે.”
તાત્પર્ય કે જે મનુષ્યએ આગમને એક પણ શબ્દ સાંભ નથી, પરંતુ મનને શાંત કર્યું છે, તેને સકલ આગમનું–શાસ્ત્રોનું રહસ્ય મળી ગયું છે, તે સતશાસા જ છે.
અહીં માનસશાસ્ત્ર માન્ય કરેલી અને અનુભવની એરણ પર ટીપાઈને બહાર આવેલી એક વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે જે આપણને એક વસ્તુમાં અત્યંત રસ (Interest) પડે તે તેમાં મને તરત જ લાગી જાય છે અને તે જ્યાં ત્યાં રખડતું નથી. મંત્રસાધકને મંત્રસિદ્ધિમાં અત્યંત રસ પિદા થવું જોઈએ. પછી મનને અચાન્ય વિષમાંથી પાછું ખેંચી લઈ મંત્રાર્થમાં જોડવાનું કામ સાવ સરલ બની જશે.
લેખનકાર્યમાં અમને ઘણે રસ છે, તે એ કાર્ય હાથ ધરતાં જ અમારું મન તેમાં એકાગ્ર થઈ જાય છે અને કલાકે સુધી લખ્યા જ કરીએ છીએ. આજુબાજુ ગમે તે અવાજ કે ઘંઘાટ થતું હોય, તેની પણ અમને કંઈ અસર થતી નથી. વળી તેમાં સમય કે ભેજનને પણ ખ્યાલ રહેતું નથી. આ વિષયમાં અમારી એકાગ્રતા એટલી જામે છે કે તેને તેડવા માટે પ્રયત્ન કરવા પડે છે, “ભાણું