________________
વિધિ
૧૨૨
अभ्यासेन स्थिरं चित्तमभ्यासेना निलच्युतिः । अभ्यासेन परानन्दो, अभ्यासेनात्मदर्शनम् ॥ ।
મન મર્કટ જેવુ ચંચળ છે અથવા ધ્વજાના અગ્રભાગ જેવું અસ્થિર છે, છતાં તેને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. શરીરની નવસે નવાણુ નાડીઓમાં ફરી રહેલા વાયુને કાબૂમાં લેવાનું કામ અત્યંત અઘરું જણાય છે, છતાં અભ્યાસથી તેને કાબૂમાં લઈ શકાય છે. પરમાનંદની પ્રાપ્તિ સહેલી નથી, છતાં અભ્યાસના આશ્રય લેવામાં આવે તે એ પણ થઈ શકે છે અને આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર જે ચાગસાધનાનું પ્રધાન લક્ષ્ય છે, તે પણ અભ્યાસથી જ થઈ શકે છે. તેથી સિદ્ધિની કામનાવાળાએ અભ્યાસના આશ્રય લેવા.
આ પણ મહિષ એનુ જ વચન છે કે સર્વેષાં વુઃનામસ્થાનઃ પાળ પરમ્સવે પદાર્થાંનુ’ પરમ કારણ અભ્યાસ છે.’
તાત્પર્ય કે મનને અન્ય સર્વ ખાખતામાંથી પાછુ ખે ́ચી લઈ મત્રામાં જોડવાનું કાર્ય અભ્યાસથી સિદ્ધ થઈ શકે છે.
શ્રી પાર્શ્વનાથ ભગાવાનની પરપરામાં ઉત્તરી આવેલા શ્રમણુ કેશિકુમાર અને શ્રમણ ભગવાન મહાવીરના પટ્ટશિષ્ય શ્રી ગૌતમસ્વામી વચ્ચે એક વાર તાત્ત્વિક સંવાદ થયા હતા. શ્રમણ શિકુારે પ્રશ્ન કર્યા હતા કે હૈ ગૌતમ ! આ મહા સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો ખૂબ દોડી રહ્યો છે. તેના પર બેઠેલા તમે ઉન્માગે કેમ જતા નથી ?”
"
ન. સિ.-૧૫