________________
ર૩ર
નમસ્કારમંત્રસિદ્ધિ ચિત્તની સ્વસ્થતા અંગે ઉપર કહેવાઈ ગયું છે.
જપ કરતી વખતે કેઈની સાથે કંઈ પણ બોલવું ન જોઈએ, અર્થાત્ મૌન રાખવું જોઈએ. કેટલાક માળા ફેરવતા જાય છે અને વાત કરતા જાય છે, તેમને જપને લાભ શી. રીતે મળે?
મંત્રજપ બને ત્યાં સુધી મનથી જ કરે.
હવે મંત્રજપ કરતી વખતે શું શું ન કરાય? તે પણ ધ્યાનમાં રાખી ભે, જેથી મંત્રજપ સારી રીતે થઈ શકશે. (૧) મંત્રજપ કરતી વખતે આળસ મરડવી નહિ. (૨) મંત્રજપ કરતી વખતે બગાસું ખાવું નહિ. (૩) મંત્રજપ કરતી વખતે છીંક ખાવી નહિ.
મંત્રજપ કરતી વખતે ખારે ખાવે નહિ કે
ઘૂંકવું નહિ. (૫) મંત્રજપ કરતી વખતે ભયભીત થવું નહિ. (૬) મંત્રજપ કરતી વખતે કોઈ પર ક્રોધ કરે નહિ. (9 મંત્રજપ કરતી વખતે નાભિની નીચેનાં અંગેને સ્પર્શ
કરે નહિ. (૮) મંત્રજપ કરતી વખતે શરીરને ખણવું નહિ ૯૦ મંત્રજપ સીવેલાં વસ્ત્રો પહેરી કરે નહિ, એટલે કે
મંત્રસાધકે ધોતિયું પહેરવું અને એક વસ્ત્રથી શરીરને
ઢાંકવું. સ્ત્રીઓ માટે આ નિયમમાં અપવાદ સમજે. (૧૦) નગ્ન થઈને મંત્રજપ કરે નહિ.