________________
૨૦૬
નમસ્કારમંત્રસિદ્ધિ જપ કરવાથી લાખ-ગણે તથા ભદ્રાક્ષની માલા વડે જપ કરવાથી દશ લાખ ગણે લાભ થાય છે. અને પુત્રજીવકની માલા વડે જપ કરવાનું ફલ સંખ્યાથી કહી શકાય તેવું નથી.”
તાત્પર્ય કે વ્યવહારમાં સુવર્ણ, રત્ન અને મણિનું મૂલ્ય ઘણું હોવા છતાં મંત્રસાધનામાં ગુણ પરત્વે ઈન્દ્રાક્ષ વગેરેની માલાનું મહત્વ વધારે છે.
ચંદન–સુખડ. તેની અનેક વસ્તુ બને છે, તેમ માલા પણ બને છે. તેને રંગ ગોરાડું (સહેજ પળે) હેય છે, પણ શાંતિકર્મમાં તેને ઉપયોગ થઈ શકે છે.
અગર–અગચંદન. આ વૃક્ષ ખાસ કરીને ધૂપ માટે અતિ ઉપયોગી છે. તે અગરબત્તી બનાવવાના કામમાં આવે છે અને તેના ધૂપથી મનને ઘણે આનંદ થાય છે. તેના કૃણુગુ, દાહાગુરુ વગેરે ઘણુ પ્રકારે છે. પરંતુ તેનું લાકડું વહેલું સડી જાય છે અને એ રીતે સડે છે, ત્યારે જ સુગધ આવે છે. એટલે કેઈ વિશિષ્ટ પ્રજને જ તેને ઉપયોગ થતું હશે. અન્ય તંત્રમાં તેની માલાનો ઉલ્લેખ જોવામાં આવ્યે નથી.
ઘનસાર–ઘનસારને પ્રસિદ્ધ અર્થ કપૂર છે, પણ માલા બનાવવામાં તેને ઉપયોગ થતું નથી. આ શબ્દ -ઘણુસરી વૃક્ષના અર્થમાં વપરાયેલ હોય તે તેના ફલબીજ કે લાકડામાંથી માલા બને છે કે કેમ તે જાણી શકાયું નથી. કદાચ ધવસાર એ પાઠ હોય તે ધવનાં વૃક્ષો મોટાં થાય. છે અને તેનું લાકડું ઈમારતી કામમાં આવે છે, એટલે તેની