________________
૧૧૪
નમસ્કારમંત્રસિદ્ધિ
“નમો જોઇ રૂવાટૂi” એ પદ બંને પગમાં રહેલી મંગલકારી મેજડીઓ જાણવી (અહીં બે પગ નીચે હાથથી સ્પર્શ કરી અને “રસો -જમુ ” એ પદ તળિયામાં રહેલી વજમય શિલા છે, એમ સમજવું. (આ પદ બેલતાં જે આસન પર બેઠા હોઈએ, તેને હાથથી સ્પર્શ કરે અને એમ વિચારવું કે હું વાશિલા ઉપર બેલો છું, તેથી જમીન કે પાતાળમાંથી મને કેઈ વિધ નડી શકશે નહિ) ૪.
“રજપવિપળાસ” એ પદ બહારને વજમય કિલ્લો છે, એમ જાણવું (અહીં બે હાથથી ચારે બાજુ કેટની
૫ના કરતી આંગળીઓ ફેરવવી) અને પાછળ સહિ” એ પદને ખેરના અંગારાવાળી ખાઈ છે, એમ જાણવું. ૫.
“પ મં િવાણ” એ પદ શરીરની રક્ષા માટે કિલ્લા ઉપર રહેલું વજમય ઢાંકણ છે, એમ જાણવું. .
પરમેષિપદોથી પ્રકટ થયેલી આ રક્ષા પૂર્વાચાર્યએ કહેલી છે. તે મહાપ્રભાવશાળી તથા ક્ષુદ્ર ઉપદ્રને નાશ કરનારી છે. દ.
જે (સાધક) પરમેષિપદો વડે આ પ્રમાણે સદા રક્ષા કરે છે, તેને ક્યારે ય ભય, રોગ અને માનસિક ચિંતાઓ થતી નથી. ૮.
અહીં જે મુદ્રાઓ કરવાની છે, તેને સામાન્ય ખ્યાલ આપે છે, પણ તે ગુરુ પાસેથી કે કેઈ અનુભવી. પાસેથી બરાબર શીખી લેવી જોઈએ.
આ પાઠ થઈ રહ્યા પછી પાઠકે વિધિપૂર્વક જપ કરવાને તત્પર થવું. જાવિધિ હવે પછીના પ્રકરણમાં દર્શાવેલ છે.