________________
"રર
નમસ્કારમંત્રસિદ્ધિ પરમાત્મપદને પ્રાપ્ત કરે. હવે આત્માથી સાધુએ આત્મનિરીક્ષણ કરીને પિતે જ એ નિર્ણય કરવું જોઈએ કે હું અંતર્મુખ કેટલે બને?” આસનબદ્ધતા :
અનુભવીઓનું એમ કહેવું છે કે શરીરનું હલનચલન બંધ કર્યા સિવાય ચિત્ત જોઈએ તેવું એકાગ્ર તથા સ્વસ્થ બની શક્યું નથી, તેથી ચિત્તની એકાગ્રતા તથા સ્વસ્થતા ઈચ્છનારે પિતાના શરીરને કોઈ પણ આસનમાં સ્થિર કરવું જોઈએ અને તેજ કારણે રોગસાધનામાં આસનબદ્ધતાને– આસનને ખાસ સ્થાન અપાયેલું છે.
અહીં કેઈ એમ સમજતું હોય કે આ તે હઠયોગ કે અષ્ટાંગગને લગતી વાત છે, તે એ સમજણ બરાબર નથી. નિગ્રંથ મુનિઓ કાર્યોત્સર્ગોવસ્થાને સ્વીકાર કરીને જે ધ્યાન ધરે છે, તેમાં પ્રથમ સ્થાન આસનબદ્ધતા કે આસનની સ્થિરતાને અપાયેલું છે. “શળ મળેf mળ” એ પાઠ તે ઘણાખરા બેલતા જ હશે, પણ તેને અર્થ કેટલાયે વિચાર્યો છે? કાત્સર્ગમાં કાયા, વાણી અને મનને સ્થિર કરવાનાં હિય છે, તે અંગે આ ત્રણે પદો જાયેલાં છે. તેને અર્થ
એ છે કે કાયાને ઢાળ એટલે આસનથી સ્થિર કરવી, વાણીને મૌન એટલે મૌનથી સ્થિર કરવી અને મનને શાન એટલે ધ્યાનમાં સ્થિર કર્યું. આ રીતે કાયા, વાણી અને મનને સ્થિર કરવાથી કાર્યોત્સર્ગાવસ્થા પ્રાપ્ત થાય છે અને તેમાં ઉત્તમ કેટિનું ધ્યાન ધરી શકાય છે.