________________
૧૯૨
નમસ્કારમ્ ત્રસિદ્ધિ
તમે મારાથી છૂટા પડી એ મને ગમતુ નથી, પરંતુ તમને એટલું' જણાવું છું કે તમારા ઉતારાની સામે એક મેટો વડ છે, તેનાં બધાં પાંડાં સૂકાઈ જાય, ત્યારે તમને અહીંથી જવાની રજા આપીશ.'
'
આ જવામ સાંભળતાં જ સરદાર તથા સૈનિકાને મેટા આઘાત લાગ્યા, કારણ કે તે જેમ અને તેમ વહેલાં સ્વદેશ ભણી ઉપડી જવા ઈચ્છતા હતા. તેમને હવે અહી ગમતુ ન હતું, પરંતુ પાદશાહના હુકમનું ઉલ્લંઘન થઈ" શકે નહિ, એટલે તેઓ અત્યંત ખેદ પામીને એમ વિચારવા લાગ્યા કે - આ વડનાં બધાં પાંદડાં તરત સૂકાઈ જાઓ.' એમ કરતાં તે એમના મત્રજપ બની ગયેા અને તેની અસર વડ પર થવા લાગી. એક મહિનામાં તે તેનાં બધાં પાંદડાં સાવ સૂકાઈ ગયાં અને તે તદ્ન વરવા મની. ગયેા. આ જોઈ પાદશાહને ભારે આશ્ચર્ય થયું, કારણ કે તેણે એમ ધારેલું કે આ કંઈ બનવાનું નથી અને તેઓ અહીં થી જઈ શકે એમ નથી. પરંતુ તે વચનથી ખંધાયેલા હતા, એટલે સરદાર તથા તેના સૈનિકોને સ્વદેશ ભણી જવાની રજા આપી.
તાત્પર્ય કે શુભ અથવા અશુભ વિચારનાં આંદોલન જડ-ચેતન વસ્તુ પર પેાતાના પ્રભાવ પાડે છે અને તેનુ ચાસ પરિણામ આવે છે. આ પરથી જપનુ મહત્ત્વ સમજી શકાશે. તે સ ંત્રસાધનારૂપી માલાના મેરુ છે, એ વાત પાઠકોએ ભૂલવાની નથી.
આ વિષયમાં વધારે જાણવા ઈચ્છનારે ‘સંકલ્પસિદ્ધિ’ શ થતુ *શુભસ’૫ની આવશ્યકતા' નામનું પ્રકરણ અવશ્ય જોવુ..