________________
[ ર૧] જપમાલા અંગે કેટલીક વિચારણ
નમસ્કારમંત્રની સાધના કરનારે રોજ અમુક જપ કરવાનું હોય છે. તેની સંખ્યા ૫૦૦ થી તે ઓછી હતી જ નથી. વિશેષ જપ શક્તિ મુજબ થાય છે. આટલા જપની ગણના કરમાલાથી કરવાનું કામ કઠિન છે અને તેમાં ભૂલ પડવાને સંભવ છે, તેથી તેમાં પાર કે મણકાની બનેલી માળાને ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને માલા” જ કહેવામાં આવે છે, પણ અલંકાર રૂપી માલાથી તેની જુદાઈ બતાવવા માટે શાસ્ત્રકારોએ તેને સંક્ત જપમાલિકો કે જપમાલા તરીકે કરે છે. તે અંગે કેટલીક વિચારણા કરવી, એ પ્રસ્તુત પ્રકરણને હેતુ છે.
ભારતના લગભગ બધા જ ધર્મસંપ્રદાયેએ પ્રભુસ્મરણ તથા મંત્રજપ કરવા માટે માલાને સ્વીકાર કરે છે. ઈસ્લામ તથા પ્રસ્તી ધર્મમાં પણ આવા જ હેતુસર અમુક પ્રકારની માલાઓ રાખવામાં આવે છે. આ પરથી એટલું તે નક્કી જ કે ઈસ્મરણ તથા મંત્રજપ કરવા માટે જપમાલા એક અતિ ઉપાગી સાધન છે.