________________
૨૦૦
નમસ્કારમંત્રસિદ્ધિ
૧ વશીકરણ– પ્રવાલ ૫ પૌષ્ટિક - મુક્તામણિ ૨ સ્તંભન – સુવર્ણ ૬ મારણ – પુત્રજીવક ૩ આકર્ષણ– પ્રવાલ ૭ વિદ્વેષણ – » ૪ શાંતિક – સ્ફટિક ૮ ઉચ્ચાટન – 5
અહીં ક્યા કર્મમાં કઈ માલા ફેરવવી? તેમાં સંપ્રદાયભેદ છે, પણ માલાએ તે લગભગ એ જ વસ્તુની બતાવેલી છે. પ્રથમમાં મુક્તામણિને ઉલ્લેખ નથી, જ્યારે બીજા સંપ્રદાયમાં કમલબીજ ઉલ્લેખ નથી. શાંતિકકમ સ્ફટિકની માલાથી કરવું એ બાબતમાં બંનેને મત સમાન છે. હવે નમસ્કારમંત્રની સાધના એ એક પ્રકારનું શાંતિક કર્મ છે, તેથી તેમાં સ્ફટિકની માલાને ઉપયોગ કરવો જોઈએ, એમ આ ઉલ્લેખ પરથી સમજાય છે.
શ્રી લબ્ધિમુનિકત નેકારવાલીગીતમાં,બીજી પણ કેટલીક માલાઓને ઉલ્લેખ થયેલ છે. જેમકે
સંખપ્રવાલા સ્ફટિક મણિ, પત્તાવ રતાંજણી સાર, ૪૫ સેવન્ન રયણ તણું, ચંદનાગર નૈ ઘનસાર. સુંદર ફલ રુદ્રાક્ષની, જપમાલિકા રે રેશમની અપાર; પંચવર્ણ સમસૂત્રની વલી, વિશેષે સૂત્રતણી ઉદાર.
ચેડા વિવેચનથી આ વસ્તુ સ્પષ્ટ કરીશું.
સંખ–શંખ-શંખલા. નાના નાના શંખલાઓ જે શ્વેત વર્ણના હોય છે, તેને વિંધીને બનાવેલી માલા શંખની