________________
નમસકારમંત્રસિદ્ધિ મેં શું શું કર્યું? કરવા એગ્ય શું બાકી છે? મારાથી શક્ય અને કરવા યોગ્ય છતાં હું શું નથી કરતો? મારી. કઈ ભૂલે બીજાને જણાય છે? આત્મા શી વસ્તુ છે? અથવા તે હું મારા કયા દેશેને તજ નથી? વગેરે વિચારવું.”
આ રીતે ધર્મજાગરિકા કરવાથી કર્તવ્યનું ભાન થાય છે અને આત્મા વધારે જાગ્રત થાય છે. શ્રી આનંદ, શ્રી કામદેવ વગેરે શ્રાવકેએ આ પ્રમાણે ધર્મજાગરિકા કરી ઘણે વિકાસ સાથે હતે. આપણે પણ તેને આશ્રય લઈએ તે ઘણે. આત્મવિકાસ સાધી શકીએ.