________________
૧૮૧
નમસ્કારમત્રસિદ્ધિ
જણાવ્યા મુજષ પદોની સ્થાપના કરીને તેનું ચિંતન કરી શકે છે. પરંતુ જેમને માનસિક વિકાસ–ખાસ કરીને પ્રતિભા કે પનાના વિકાસ અહુ એછે થયા છે, તેમને આ કામ અઘરું જણાય છે.
અમે કેટલાંક વર્ષો પહેલાં મુંબઈમાં ધ્યાનના વગે ચલાવ્યા હતા, તે વખતના અનુભવની એક એ વાત અહીં કહેવા જેવી છે. અમે વિદ્યાથી એને આંખ ખોંધ કરી આઠે પાંખડીવાળા કમળની કલ્પના કરવાનું કહેતા, ત્યારે કેટલાક તે પ્રમાણે ખરાખર કરી શકતા અને કેટલાક જણાવતા અમારા મનેાગત ચક્ષુમાં માત્ર કાળાં ધામાં જણાય છે, પણ કમલની આકૃતિ દેખાતી નથી. અમે તેમને એક ઉપાય અતાવ્યો કે પ્રથમ આઠ પાંખડીવાળા કમલનુ ચિત્ર જુએ અને પછી એ પ્રમાણે ચિંતન કરો. આમ વારંવાર કરવાથી તમારા મનમાં આઠ પાંખડીવાળું કમલ ખરાખર ઉઠશે.
કેટલાકે એવી ફરિયાદ પણ કરી કે અમારા મનઃ પ્રદેશમાં આઠ પાંખડીવાળુ કમલ તેા ઉઠે છે, પણ તેની પાંખડીએ ઘેાડી જ વારમાં ભૂંસાઈ જાય છે કે લાંબીટૂંકી થઈ જાય છે અને તેના રંગ પણ બદલાઈ જાય છે. અમે તેના ખુલાસામાં જણાવેલુ કે મનની હાલત અતિ વિક્ષેપવાળી હોવાથી આમ અને છે, પરંતુ ધ્યાનને થાડો અભ્યાસ વધશે અને ચિત્ત વધારે શાંત તથા સ્વસ્થ થશે, ત્યારે આ કૅમલ ખરાખર સ્થિર રહેશે અને તેના રંગ બદલાઈ જશે નિહ. અનુભવે આ વાત સાચી પુરવાર થઈ હતી.
ין