________________
સ્મરણવિધિ
૧૭૭
જાય છે. કોઈ મિત્ર સવારની વહેલી ગાડીમાં આવવાનું હોય અને સ્ટેશને સામું જવાનું હોય તે વગર એલાર્મ મૂક્ય પણ ઊઠી જવાય છે અને ઝટપટ તૈયાર થઈ સ્ટેશને પહોંચી જવાય છે, કારણ કે એ બાબતને મનમાં ખટકે છે ઉત્સાહ છે. આમાં પણ એમ જ સમજવું. જે મનમાં ખટકે હાય, પૂરતા પ્રમાણમાં ઉત્સાહ હોય તે નિદ્રા એની મેળે ચાલી જાય છે અને આપણે સમયસર ઉઠી શકીએ છીએ.
જેઓ વહેલા ઉઠી શક્તા ન હોય, તેમણે રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી જોઈએ. પછી વહેલા ઉઠવામાં ખાસ હરક્ત આવશે નહિ. જે સંકલ્પબળ બરાબર કેળવાયું હોય તે નિદ્રા ધારેલા સમયે લઈ શકાય છે અને ધારેલા સમયે છોડી શકાય છે. ઉઠીને પહેલું શું કરવું?
નવજળ વિવો વગેરે વચનેથી એમ સમજવાનું કે ઉઠીને તરત જ નમસ્કારમંત્રનું સ્મરણ કરવું જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તે દિવસને પ્રથમ સુવિચાર પંચપરમેષ્ઠીના સ્મરણને હવે જોઈએ. આ સ્મરણ મનમાં જ કરવાનું છે. તે અંગે શાસ્ત્રમાં કહ્યું છે કે
परमेद्विचिंतणं माणसम्मि सिज्जागएण कायध्वं । सुत्ताऽविणयपवित्ती, निवारिआ होइ एवं नु॥
સચ્ચામાં રહ્યા રહ્યા પરમેષ્ઠીમંત્રનું ચિંતન મનમાં કરવું, કારણ કે એમ કરવાથી સૂત્ર અગેની અવિનયપ્રવૃત્તિનું નિવારણ થાય છે?
ન. સિ–૧૨