________________
સમરણુવિધિ
૧૭૮
પર ઊભા ઊભા કરવાનું છે. શયામાં રહીને ત્રણ નમસ્કાર ગણવામાં આવે તે ઈષ્ટ છે.
અન્ય ગ્રંથમાં તે બેસીને પણ સમરણ કરવાનું જણાવ્યું છે અને તે વખતે પદ્માસન કે સુખાસને બેસવું જોઈએ એ નિર્દેશ કરે છે. વળી એ વખતે મોટું પૂર્વ કે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ, એવું પણ સૂચન છે. આ બંને દિશાઓ આધ્યાત્મિક ક્રિયા કે શાંતિ-સ્તુષ્ટિ માટે ઉત્તમ મનાયેલી છે. કેટલાક તેને ખુલાસે એમ કરે છે કે આ વિશ્વમાં અનેક પ્રકારનાં સૂક્ષમ દેલને થઈ રહ્યાં છે અને તેના પ્રવાહ અમુક દિશામાંથી અમુક દિશા તરફ વહી રહેલા છે. તેમાં પૂર્વ તથા ઉત્તર ભણી મુખ રાખવાથી એ આંદેલને આધ્યાત્મિક સાધનામાં ઉપકારી બને છે, પરંતુ આપણે ત્યાં પૂર્વ અને ઉત્તર દિશા સન્મુખ મંત્ર ગણવાનું મુખ્ય કારણ પૂર્વમાં મહા–વિદેહ અને ઉત્તરમાં મેરુ પર્વત છે.
પ્રાતઃકાલનું આ સ્મરણ ઊભા ઊભા કરીએ કે બેસીને કરીએ પણ તે જગા પવિત્ર હોવી જોઈએ, એટલે કે ત્યાં કંઈ પણ અશુચિ ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
વળી પદ્માસન કે સુખાસનને સ્વીકાર કર્યા પછી ચિત્તને બરાબર એકાગ્ર કરવું જોઈએ અને ત્યાર પછી કમલબંધથી નમસકારમંત્રનું સાત કે આઠ વાર સ્મરણ કરવું જોઈએ. કમલબંધ સ્મરણ કરવાની રીત :
શ્રી હેમચંદ્રાચાર્યે “ચગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કમલબંધની રીતિ આ પ્રમાણે જણાવેલી છે?