________________
[૧૬] નમસ્કારમંત્ર–ગ્રહણવિધિ
જેમ સામાયિક કરવાને વિધિ છે ત્યવંદન કરવાને વિધિ છે, પ્રતિક્રમણ કરવાને વિધિ છે, તેમ નમસ્કારમંત્રની સાધના કરવાને પણ વિધિ છે. એ વિધિ સાધકે બરાબર જાણું લે જોઈએ, એટલું જ નહિ પણ તેના પાલન માટે ખૂબ કાળજી રાખવી જોઈએ. જે વિધિનું યથાર્થ પાલન થાય તે જ સિદ્ધિ સમીપ આવે છે, અન્યથા દૂર રહે છે.
કોઈ મનુષ્યને રસેઈ બનાવવી હોય અથવા કપડાં સીવવા હાય, અથવા સાયકલ કે મોટર ફેરવવી હોય તે શું એ વિધિનું પાલન કર્યા સિવાય બની શકે ખરું? જ્યારે આવી સામાન્ય ક્રિયાઓ પણ વિધિનું પાલન કર્યા વિના સિદ્ધ થતી નથી, ત્યારે મંત્રસાધના જેવી એક મોટી ક્રિયાવિધિનું પાલન કર્યો સિવાય શી રીતે સિદ્ધ થઈ શકે? અનુભવીએ તે એમ જ કહે કે અવિધિએ થયેલું કાર્ય નષ્ટ જ સમજવું એટલે કે તેની સિદ્ધિ કદી પણ થતી નથી.