________________
૧૭૪
નમસ્કારમંત્રસિદ્ધિ તેમનું જીવનસૂત્ર બની ગયું છે અને તેને માટે તેઓ રાત્રિદિવસ દોડધામ કરી રહ્યા છે.
જેની બાજુ સુકાન હેય તેની બાજુ હેડી ચાલે, એટલે મુખ્ય પ્રશ્ન સુકાનને છે. આજે જીવનરૂપી હેડીનું સુકાન ભૌતિકવાદ તરફ છે, અધ્યાત્મવાદ તરફ નહિ. શાણુ અને સમજુ ગણતા માણસો પણ વધારે અર્થોત્પાદનની વાત કરી રહ્યા છે, જ્યારે અધ્યાત્મવાદ તરફ નજર નાખવાની પણ ફુરસદ નથી ! આ સ્થિતિ કેઈપણ ભોગે સુધારવી જ જોઈએ, અથૉત્ અધ્યાત્મવાદની પુન પ્રતિષ્ઠા કરવી જોઈએ. નમકારમંત્રની સાધના તેમાં અગત્યનો ભાગ ભજવશે, -એવી અમારી આંતરિક શ્રદ્ધા છે અને તેથી સમાજના સર્વ સુજ્ઞ નરનારીઓને નમસ્કારમંત્રની સાધનામાં જોડાઈ જવાને આગ્રહભર્યો અનુરોધ છે.
સ્મરણને મહિમા અન્ય સંતે એ પણ સારી રીતે ગાયે છે. સંત કબીર કહે છે કે
मुमिरन मारग सहज का, सतगुरु दिया वताय । श्वास श्वास सुमिरन करूं, इक दिन मिलसी आय ॥
“સદ્ગુરુએ અમને એમ બતાવી દીધું છે કે સહજસ્થિતિ પ્રાપ્ત કરવાને માર્ગ પ્રભુરામરણ છે, તેથી જ હું શ્વાસોચ્છવાસમાં તેનું સ્મરણ કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે તે એક દિન આવીને મળશે, એટલે કે તેના દ્વારા સહજ સ્થિતિ પ્રાપ્ત થઈ જશે.”