________________
નમસકારમંત્ર-ગ્રહણવિધિ
૧૬૫ (૧૧) ત્યાર પછી ગુરુની સમીપે જાય અને ગુરુ તેના જમણું કાનમાં અડસઠ અક્ષરથી યુક્ત નવયાત્મક આઠ સંપદાઓથી સુશોભિત એ નમસ્કારમંત્ર સંભળાવે. તે સાધકે શુદ્ધ, નિર્મળ તથા સ્થિર મનવાળા થઈને સાંભળ જોઈએ અને તે વખતે પ્રકૃષ્ટ પ્રમોદ ભાવના ધારણ કરવી જોઈએ.
(૧૨) આ રીતે નમસ્કારમંત્ર ગ્રહણ કર્યા પછી સાધકે બે હાથ જોડીને ગુરુને વિનયપૂર્વક કહેવું જોઈએ: “હે ભગવન્! આપે ચિંતામણિ રત્નથી પણ અધિક એ નમસ્કાર મહામંત્ર આપીને મને ઘણે ઉપકૃત કર્યો છે. મારે આજને દિવસ સફળ થયે છે. મારું જીવન ધન્ય બન્યું છે. હવે આપ અનુજ્ઞા આપે એટલે હું આવતી કાલથી નમસ્કારમંત્રની આરાધના અને નિયમિત પ્રવૃત્તિ કરું?
(૧૩) ગુરુ તેની અનુજ્ઞા આપે ત્યારે સાધકે “તહત્તિ” કહી મસ્તકે અંજલી કરવી, તે એમ દર્શાવવાનું કે આપની, -આજ્ઞા શિરે ધાર્યું છે.
(૧) તે પછી નમસ્કારની ભક્તિ અંગે સ્તુતિ, તેત્ર, છંદ કે ગીત આદિ કંઈ પણ બોલવું, જેથી પ્રશસ્ત ભાવની વૃદ્ધિ થાય.
(૧૫) ત્યારબાદ ગુરુ સર્વમંગલને પાઠ સંભળાવે એટલે નમસ્કારમંત્રગ્રહણને વિધિ પૂરે થાય.
(૧૬) તે પછી આ પ્રસંગ નિમિત્તે વસ્તુ એકત્ર કરી હોય તેને યથાસ્થાને પહોંચાડી સાધક પિતાના નિવાસસ્થાને જાય અને ત્યાં ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ કરે.