________________
૧૬
નમસકારમંત્રસિદ્ધિ “પચનમસ્કૃતિદીપકમાં કહ્યું છે કેतद्विधाने पूर्वदिने गत्वा तु जिनमन्दिरे । प्रतिमः श्रुतमभ्यर्च्य, कृत्वानु गुरुपूजनम् । गुरोराज्ञां समादाय, गुरुहस्तं समुद्धरेत् । मस्तके न्यस्य सद्भाम्य, मत्वा गत्वान्तरे गृहे। तत्र मन्त्रं जपेद् यावत् कार्यसिद्धिर्न संभवेत् । तावत् तंत्रनियन्ता वा, याथातथ्येन योजयेत् ॥
મંત્રસાધના શરૂ કરવાના પૂર્વ દિવસે જિનમંદિરમાં જઈ જિનપ્રતિમા અને શ્રુતજ્ઞાનને પૂજીને પછી ગુરુની પૂજા કરવી. પછી ગુરુની આજ્ઞા લઈને ગુરુને હાથ લઈ પિતાના મસ્તક ઉપર મૂકો. તે વખતે પોતે ભાગ્યશાળી છે, એમ માનીને ગૃહના એકાંત ભાગમાં જઈ ત્યાં કાર્યની સિદ્ધિ ન
૪ દિગમ્બર સંપ્રદાયના ભટ્ટાર શ્રી સિંહનંદિએ રચેલી આ અતિ મનનીય કૃતિમાં (૧) સાધન અધિકાર, (૨) ધ્યાન અધિકાર, (૩) કર્મ અધિકાર, (૪) સ્તવ અધિકાર અને (૫) ફલ અધિકાર એવા પાંચ અધિકારો અને તેમાં નમસ્કારમંત્રને લગતી ઘણું ઉપયોગી હકીકતે અપાયેલી છે. આની મૂળ પ્રતિ અમારા કલકત્તાના ખાસ પ્રવાસ દરમિયાન રોયલ એશિયાટિક સોસાયટીનાં પુસ્તકનું નિરીક્ષણ કરતાં એક ભળતાં જ નામવાળી પિથીમાંથી અચાનક મળી આવી હતી. તેનું નિરીક્ષણ કરતાં અમને અતિ આનંદ થયે હતો. ત્યાર બાદ અમારા મિત્ર શ્રી ભંવરલાલજી નાહટા મારફત તેની ફોટોસ્ટેટ નકલ કરાવી જૈન સાહિત્ય વિકાસમંડળના પુસ્તકાલયમાં રાખી હતી. તે નમસ્કાર-સ્વાધ્યાયના બીજા ભાગમાં પૂ૪ ૧૮૯ પર પ્રક્ટ થયેલી છે.