________________
૧૫૬
નમસ્કારમંત્રસિદ્ધિ કર્યું છે અને કઈ પણ પ્રાણીની મન, વચન તથા કાયાથી હિંસા કરવાને ત્યાગ કર્યો છે અને આ શું કર્યું? ખરેખર! હું ધર્મધ્યાન ચૂકી ગયે અને રૌદ્ર ધ્યાનના સપાટામાં આવી ગયે. જ્યાં સર્વ જી પ્રત્યે મૈત્રી રાખવાની છે, ત્યાં પુત્ર પ્રત્યે રાગ કે અને મંત્રીઓ પ્રત્યે દ્વેષ કે? હા ! હા! મેં ઘણું જ ખોટું કર્યું. મારા એ દુકૃતને ધિક્કાર છે! હું એની નિંદા કરું છું, એની ગહી કરું છું અને હું એ દુષ્ટ પરિણામમાંથી મારા આત્માને પાછો ખેંચી લઉં છું.' હે રાજન! તેઓ જ્યારે આ પ્રકારના પરિણામવાળા હતા, ત્યારે જ તે મને પ્રશ્ન કર્યો હતે, તેથી મેં કહ્યું કે “સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.”
પછી એમના પરિણામની શુદ્ધિ ચાલુ જ રહી અને તે ઉત્તરોત્તર આગળ વધતાં ચરમ સીમાએ પહોંચી, તેથી તેમના જ્ઞાનાવરણીય આદિ ચારેય ઘાતકર્મને છેદ થયે અને તેમને કાલેકના સર્વ પદાર્થોના સર્વ ભાવેને પ્રકાશ કરનારું એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. હે રાજન! આ વસ્તુ એમ બતાવે છે કે અશુભ પરિણામના નિમિત્તથી આત્મા ઘણે જ કર્મબંધ કરે છે અને તે નીચ ગતિમાં ઉત્પન્ન થાય છે, જ્યારે શુભ પરિણામનું નિમિત્ત પામીને અશુભ કર્મોનાં સર્વ બંનેને તેડે છે અને કેવલજ્ઞાન પામીને મુક્તિશ્રીને અધિકારી થાય છે?
શાહ શામજીના સુતરત્ન શ્રી નમિદાસજી એમ કહે છે કે “તાદશ નર એટલે તે મનુષ્ય પરમેષ્ઠિ પદસાધન