________________
૧૫૪
નમસ્કારમંત્રસિદ્ધિ
ચંદ્રને આ રીતે તપ કરતાં જોઈને ભક્તિભાવથી નમસ્કાર કર્યા. પછી તેઓ ભગવાનની પાસે ગયા અને ભક્તિભાવથી વંદન કરીને ઉપદેશ સાંભળવા લાગ્યા. ત્યાં અવસર જોઈને તેમણે પ્રશ્ન કર્યો કે “હે ભગવન્ ! જ્યારે હું રાજર્ષિ પ્રસરચંદ્રને પગે લાગે, ત્યારે તેમણે કોલ કર્યો હેત, તે તેઓ. કઈ ગતિમાં જાત?”
શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: “સાતમી નરકે આ ઉત્તરથી આશ્ચર્ય પામેલા મગધપતિએ ફરીને પ્રશ્ન કર્યો કે હે ભગવન્! જે તેઓ અત્યારે કાળ કરે તે કઈ ગતિમાં
જાય?”
ભગવાને કહ્યું: “સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.
આ જવાબથી વધારે આશ્ચર્ય પામેલા મગધપતિએ ભગવાનને પૂછયું : “પ્ર! આમ કેમ?
એવામાં દુંદુભિ વાગવા લાગી અને જ્યનાદો થવા લાગ્યા. તે સાંભળીને મગધપતિએ પુનઃ પ્રશ્ન કર્યો: “પ્રભે આ દુંદુભિ શેની વાગી? અને આ જ્યનાદો શેના થાય છે?
ભગવાને કહ્યું : “હે રાજન્ ! રાજર્ષિ પ્રસન્નચંદ્રને કેવલજ્ઞાન થયું, તેથી દેવતાઓ દુભિ વગાડે છે અને જ્યનાદ કરે છે.
• આ સાંભળી મગધપતિના મનમાં ગૂંચવાડે વધી ગયેતેમણે કહ્યું : “ભગવન! આ બધી ઘટના અતિ આશ્ચર્ય જનક લાગે છે. તે સમજાવવાની કૃપા કરે.