________________
સાધકે ચોગ્યતા કેળવવી ઘટે.
૧૫૫ તે વખતે સર્વજ્ઞ અને સર્વદશી એવા શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું: “હે રાજન ! તું અહીં વંદન કરવાને આવતે હતા, ત્યારે તારા સિપાઈઓએ અરસપરસ વાત કરી, તે એમના કાને પડી, તેથી તેઓ પોતાનું ધ્યાન ચૂકી ગયા અને વિચારવા લાગ્યા કે “અરે! જેના પર મેં અતિ વિશ્વાસ મૂકો, તે જ આજે બેવફા નીવડ્યા અને મારા દૂધપીતા. બાળકનું કાસળ કાઢવાને તૈયાર થયા! જે અત્યારે હું ત્યાં હેત તે એ દુષ્ટની બરાબર ખબર લઈનાખત!” આ રીતે તેમના મનમાં ક્રોધને ઉદય થશે અને તે પ્રતિક્ષણ વધતે જ ગયે. એમ કરતાં તેઓ પોતાનું સામાયિકત્રત ભૂલી ગયા અને જાણે એ મંત્રીઓ પોતાની પાસે આવીને ખડા થયા હોય અને લડાઈ કરવા તત્પર હોય એને ખ્યાલ પેદા થયે. તેથી તેઓ મનથી જ તેમની સાથે લડાઈમાં ઉતર્યા અને એક પછી એક શસ વાપરવા લાગ્યા. એમ કરતાં તેમના બધાં શસ્ત્રો ખૂટી ગયાં, ત્યારે તેમણે વિચાર કર્યો કે “મારા મસ્તક પર લેહને ટોપ ધારણ કરેલ છે, તે ફેંકીને તેમને પૂરા કરી નાખું? આમ વિચારીને તેઓ અત્યંત ક્રોધાતુર થયા, તે જ વખતે હે રાજન! તે એને પ્રણામ કર્યા હતા. તેથી જ તારા પ્રશ્નના જવાબમાં મેં એમ કહ્યું કે “સાતમી નરકે
પછી તેમણે મસ્તક પર જે હાથ મૂક કે મૂડેલું મસ્તક યાદ આવ્યું અને તેમને ક્રોધ ઊતરી ગયે. તેઓ વિચારવા લાગ્યા કે “મેં તે જીવનભરનું સામાયિક અંગીકાર