________________
૧૫૩
સાધકે યોગ્યતા કેળવવી ઘટે. રમણીય ઉદ્યાનમાં સમવસર્યા. તેમાં ત્યાગ અને વૈરાગ્યથી વિભૂષિત પ્રસન્નચંદ્ર નામે એક રાજર્ષિ પણ હતા. તેઓ
ધ્યાનનિક હાઈને ઉદ્યાનના એક છેડે ધ્યાન લગાવીને ઊભા રહ્યા. આ ધ્યાન ખરેખર ઉગ્ર હતું, કારણ કે તેઓ એક પગે ઊભા રહ્યા હતા, બે હાથને ઊંચા રાખ્યા હતા અને દષ્ટિ સૂર્યની સામે સ્થાપના કરી હતી. આજે તે આવું ધ્યાન ધરનારા મહાત્મા ભાગ્યે જ જોવા મળે.
હવેઉદ્યાનપાલકે મહારાજા શ્રેણિકને ભગવાનના આગમનની વધામણ આપી, એટલે તેઓ સવારી કાઢીને તેમનાં દર્શન કરવાને ચાલ્યા. તે વખતે સવારીના મેખરે ચાલી રહેલા બે સિપાઈઓએ રાજર્ષિ પ્રસન્નચંદ્રને ધ્યાન ધરતા નિહાળ્યા, એટલે તેમાંના એકે કહ્યું કે “ધન્ય છે આ મુનિવરને! એમના જેવું ઉગ્ર તપ કોણ કરી શકે?”
તે સાંભળી બીજાએ કહ્યું: “રહેવા દે એ વાત! આમાં તેમણે શું મોટું કામ કર્યું છે? બિચારા બાળકને ગાદીએ બેસાડીને પિતે તપ કરવા ચાલી નીકળ્યા અને રાજ્યને બધે કારભાર મંત્રીઓને સેં. હવે તે મંત્રીઓ એ બાળકનું કાસળ કાઢવા તૈયાર થયા છે. તેઓ એ બાળકને મારી પિતનપુરનું રાજ્ય પિતાનું કરશે. આ રીતે પોતાના બાળકનું હિત ન વિચારનાર એવા આ રાજર્ષિને હું અંતરથી ધિક્કારું છું ને કોઈને પણ આ પિતા ન મળશે, એમ ચાહું છું.”
એ સિપાઈઓ ત્યાંથી પસાર થયા પછી મહારાજા શ્રેણિક પણ ત્યાંથી પસાર થયા અને તેમણે રાજર્ષિ પ્રસન્ન–