________________
ઉપર
નમસ્કારમંત્રસિદ્ધિ (૮) હંસ પરિ શમરસ ઝીલે. શમરસ એટલે શાંતિને રસ, સમતાને રસ. તેમાં હિંસની માફક ઝીલવું એટલે તરવું કે નિમગ્ન થવું.
જ્યારે અંતરમાં ચાલી રહેલા મેહનું મહાતાંડવ બંધ થાય છે અને આત્માને સ્વાભાવિક પ્રકાશ પ્રકટવા લાગે છે, ત્યારે આવે શમરસ પેદા થાય છે. વીતરાગ અવસ્થામાં આ શમરસ પરાકાષ્ઠાએ પહોંચે છે, તેથી જ “રામરામ” આદિ સ્તુતિવાચક શબ્દો ઉચ્ચારાયેલા છે.
તાત્પર્ય કે જેના આત્મામાં કંઈક પણું શમરસ પરિમુખ્ય હોય, તે નમસ્કારમંત્રની સાધનામાં ઝડપથી આગળ વધી શકે છે.
(ઈ શુભ પરિણુમ નિમિત્ત, અશુભ સવિકર્મને છીલે. એટલે જે શુભ પરિણામનું નિમિત્ત મેળવીને સર્વે અશુભ કર્મોને છેલી નાખે છે–ખેરવી નાખે છે.
આ આત્મામાં શુભ અને અશુભ એમ બંને પ્રકારના પરિણામે જાગે છે, તેમાં શુભ પરિણામના નિમિત્તથી કમેને ખેરવી શકાય છે અને અશુભ પરિણામના નિમિત્તથી કર્મોનું બંધન વધે છે. આ સંબંધમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રની કથા જાણવા જેવી છે.
રાજર્ષિ પ્રસન્નચંદ્રની કથા .* એક વખત શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિશાળ સાધુસમુદાય સાથે રાજગૃહી નગરીની બહાર આવેલા એક