________________
“ સાધકે ચાન્યતા કેળવવી ઘટે.
૧૫
(૭) ચાટ્ અશ્ર્વિનાસ્તિ શ્રવન્ય—આ વસ્તુ અવક્તવ્ય હાવા છતાં અમુક અપેક્ષાએ છે અને અમુક અપેક્ષાએ નથી.
આ સાત પદ્માને સપ્તપદી કહેવામાં આવે છે. તે ભલભલા વાદીઓને ચક્કરમાં નાખી દે છે અને તેની વાદ શક્તિનું ગુમાન ઉતારી નાખે છે. સ્યાદ્વાદનુ નિરૂપણ કરવા માટે જૈન ધર્મમાં અનેક ગ્રંથા લખાયેલા છે. તેનુ' વાંચનમનન કરવાથી, તેમજ સદ્ગુરુના સંપર્ક સાધવાથી તેનુ સાચું રહસ્ય સમજી શકાશે.
સ્યાદ્વાદના સંદેશ એ છે કે - મિથ્યા માન્યતા અને તેના આગ્રહમાંથી દુરાગ્રહ પેઢા થાય છે, દુરાગ્રહમાંથી ફ્લેશ અને કંકાસનાં બીજ વવાય છે અને ફ્લેશ અને કંકાસનાં ખીજમાંથી મોટા ઝઘડા કે લડાઈઓ ફાટી નીકળે છે કે જે પેાતાને તથા આસપાસના સઘળાને ખુવાર કરે છે, તેથી સત્યના પ્રેમીએ દુરાગ્રહને છેડી દેવા અને મધ્યસ્થતા ધારણ કરવી, જેથી દરેક વસ્તુને વિચાર નિષ્પક્ષપાતપણે કરી શકાય. અને તેમાં સાચું શું છે અને ખાટુ શું છે? તે યથાર્થ રીતે જાણી શકાય.'
તાત્પ કે જેને સ્યાદ્વાદરૂપી રસના રંગ લાગ્યા છે, તે અનેકાંતાષ્ટિવાળા અની જાય છે અને તેથી કોઈ પણ વસ્તુના એકાંત પ્રતિપાદનમાં આગ્રહવાળે બનતા નથી; અન્ય શબ્દોમાં કહીએ તે તે મધ્યસ્થ દૃષ્ટિવાળા બની જાય છે અને તેથી વ્યથ વાદ-વિવાદોમાંથી મુક્ત રહે છે. આ ગુણ નમસ્કારમત્રની સાધનામાં ઘણા ઉપકારક અને છે.