________________
૧૪૪
કાલન
નમસ્કારમંત્રસિદ્ધિ કબીરજીએ સદ્ગુરુ કેવી રીતે મેળવ્યા? તેની હકીક્ત અમે મંત્રચિંતામણિ પૃ. ૧૬૮ પર આપી છે, તે જિજ્ઞાસુઓએ અવશ્ય જેવી. તે પરથી ખાતરી થશે કે જે સાધકને સંકલ્પ દઢ હેય તે સદ્ગુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. • અહીં એટલું સ્પષ્ટ કરવાની જરૂર છે કે આજે પૂર્વકાલના ધ્યાનનિષ્ઠ, મંત્ર-યંત્ર-તંત્રવિશારદ અને નિગ્રહઅનુગ્રહ કરવામાં સમર્થ ગુરુઓ રહ્યા નથી, તેથી મંત્રસાધનામાં જેવું અને જેટલું માર્ગદર્શન મળવું જોઈએ, તેવું અને તેટલું માર્ગદર્શન મળવાને સંભવ એ છે છે પણ જ્યારે જેવા સંગો હોય, ત્યારે તે પ્રમાણે વર્તવું, એ નીતિસૂત્ર પ્રમાણે આપણે શાંત, દાંત, શુદ્ધ આચારવાળા, પવિત્ર અને દક્ષ ગુથી સંતોષ માનવાને છે. તેમના શુભ આશીર્વાદ આપણે માર્ગ મંગલમય બનાવે છે, એમાં કોઈ શંકા નથી.
આજે નમસ્કારમંત્ર પ્રત્યે આપણી ભક્તિ ઘણી છે. પણ તેનું વિજ્ઞાન ગુમાવી બેઠા છીએ, એટલે તેની સાધના યથાર્થ રીતે થતી નથી, અને તેજ કારણ છે કે તેને જે પ્રભાવ દષ્ટિગોચર થ જોઈએ, અનુભવમાં આવે જોઈએ, તે આવતું નથી. જેમને આપણે ધર્મસ્થંભ કહીએ, સમાજના આગેવાન ગણુંએ, તેઓ પણ આ જાતની ફરિયાદ કરી રહ્યા છે, ત્યાં બીજાની વાત શી કરવી ? જે મંત્ર ત્રિકાલમહિમાવંત છે, અચિંત્ય પ્રભાવશાલી છે, તેના માટે આ ફરિયાદ ! પણ તેમાં મંત્રને કઈ દેષ નથી, દોષ આપણે છે. આપણે તેની યથાવિધિ સાધના, આરાધના કે ઉપાસના કરતા નથી.